બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amreli primary school principal commits suicide fed up with sarpanch's torture

અમરેલી / જાતિવાદના ઘૂંટ સહન ન કરી શક્યા આચાર્ય, ઝેર ગટગટાવી કર્યો આપઘાત: VIDEOમાં કહ્યું- હું સ્કૂલે જતાં બીવું છું...

Malay

Last Updated: 12:20 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli News: જૂના જાંજરીયા ગામના સરપંચ અને પ્રાથમિક શાળાના સ્ટાફના ટોર્ચરિંગથી કંટાળી આચાર્ય કાંતિભાઈ ચૌહાણે કર્યો આપઘાત, પરિજનો દ્વારા સરપંચ અને 3 શિક્ષિકાની ધરપકડની કરાઈ માંગ.

  • જૂના જાંજરિયા ગામની શાળાના આચાર્યએ કરી આત્મહત્યા
  • જ્ઞાતિ વિષયક અપશબ્દો કહેવાતાં આચાર્યનો આપઘાત
  • પરિવાર અને દલિત સમાજનો મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર 

Amreli News:  આધુનિક ગુજરાતમાં જ્ઞાતિવાદના ઝેરની હચમચાવી દેતી ઘટના આવી છે. અમરેલીના જૂના જાંજરિયા ગામે સરપંચ અને શાળાનો સ્ટાફ જ્ઞાતિને લઇ અપમાનજનક શબ્દો કહેતા શાળાના  આચાર્યએ જીવન ટૂંકાવી લીધું છે. જ્ઞાતિ વિષયક અપશબ્દો કહેવામાં આવતા આચાર્ય કાંતિભાઈ ચૌહાણએ આપઘાત કરી લેતા પરિવાર અને દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પરિવારજનો અને દલિત સમાજે એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાખીને સરપંચ, 3 શિક્ષિકાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો છે. હાલ અમરેલીના DySP સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા મૃતક આચાર્યના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

મૃતકઃ કાંતિભાઈ ચૌહાણ

સરપંચ અને શિક્ષક સ્ટાફથી કંટાળી કર્યો આપઘાત
અમરેલી જિલ્લાના જૂના જાંજરિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ ચૌહાણે સરપંચ અને શિક્ષક સ્ટાફના ટોર્ચરિંગથી ઝેરી દવા પીધી લીધી હતી. કાંતિભાઈએ ઝેરી દવા પી લેતા તેમને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. આચાર્ય કાંતિભાઈ ચૌહાણે આપઘાત પહેલા વીડિયો વાયરલ કર્યો હતો.

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર
આ મામલે દલિત સમાજના આગેવાને જણાવ્યું કે, ગામના સરપંચ અને શાળાના સ્ટાફથી કંટાળીને કાંતિભાઈએ આપઘાત કરી લીધો છે. તેમના મૃતદેહને બગસરા પોલીસ સ્ટેશન સામે એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો છે. સમાજના આગેવાનો બધા અહીંયા ભેગા થયા છે. જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ નહીં કરવામાં નહીં આવે. 

સરપંચ ગ્રાન્ટમાંથી માંગતા હતા પૈસા
તેઓએ જણાવ્યું કે, કાંતિભાઈ ચૌહાણ સારા શિક્ષક હતા, તેઓ સ્કૂલના સમય કરતા પણ 2 કલાક વધારે બાળકોને ભણાવતા હતા. SMC કમિટીમાં જે ગ્રાન્ટ આવતી હતી, તે ગ્રાન્ટમાંથી આ સરપંચ તેમની પાસેથી પૈસા માંગતા હતા, તેવું કાંતિભાઈ ચૌહાણે 4/5 દિવસ અગાઉ વીડિયો જાહેર કરી કહ્યું હતું. 

સમાજના આગેવાન

આપઘાત કરતા પહેલા બનાવ્યો હતો વીડિયો
કાંતિભાઈ ચૌહાણે આપઘાત પહેલા વીડિયો બનાવીને સરપંચ અને સ્ટાફ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેઓ જણાવ્યું હતું કે, ગામના સરપંચ મુકેશભાઈ અવારનવાર આવીને મને ધમકાવે છે તથા મારી પાસે ગ્રાન્ટની માંગણી કરે છે. ગામના લોકોને મારા વિરુદ્ધ ભડકાવે છે અને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલે છે. ગામના ગ્રુપમાં મારા વિરુદ્ધ ખોટા મેસેજ કરીને ભડકાવે છે. 

મને સ્કૂલે જતા પણ ડર લાગે છેઃ આચાર્ય કાંતિભાઈ
તેઓએ જણાવ્યું હતું કે, 'મને હવે સ્કૂલે જતાં પહેલા પણ ડર લાગે છે કારણ કે આ માણસ ક્યારે શું કરી નાખે એ કઈ કહી શકાય તેમ નથી. આ વ્યક્તિ ચોખ્ખું કહે છે કે હું તમારી તાત્કાલિક બદલી કરાવી નાખીશ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ