બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Amit shah in rajaysabha uttarakhand glacier thurst

નિવેદન / ઉત્તરાખંડની તબાહી પર અમિત શાહનું રાજ્યસભામાં નિવેદનઃ અત્યાર સુધીમાં 22 લોકોના થયા મોત

Divyesh

Last Updated: 02:26 PM, 9 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડની તબાહી પર ગૃહમંત્રી અમિત શાહનું રાજ્યસભામાં નિવેદન આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 22 લોકોના મૃત્યું થયા છે.

  • ઉત્તરાખંડની તબાહી પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન
  • અત્યાર સુધીમાં 22 લોકોના મૃતદેહ મળ્યા છે
  • હજુ પણ અન્ય એક ટનલમાં 25 થી 35 લોકો ફસાયેલા છે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી મોટું નુકસાન થયું છે. આ કુદરતી તબાહીએ જાન અને માલ બંનેને ઉંડો આઘાત પહોંચ્યો છે. રાજ્ય સરકારથી લઇને કેન્દ્ર સરકાર સુધી આ ઘટના પછી સંપૂર્ણ સક્રિયતાની સાથે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ દૂર્ઘટના પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે. 
 


અમિત શાહે કહ્યું કે પૂરથી 13.2 મેગાવટની જળ વિદ્યુત પરિયોજના પુરમાં તણાઇ ગઇ છે. આ અચાનક આવેલ પૂરમાં તપોવનની NTPCની 250 મેગાવોટની જળ વિદ્યુત પરિયોજનાને પણ નુકસાન પહોંચ્યું છે. ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે પૂરથી નિચાણવાળા વિસ્તારમાં હાલ કોઇ ખતરો નથી. આ સાથે જળસ્તરમાં પણ ઘટાડો થયો છે. 

7 ફેબ્રુઆરીના રોજ ગ્લેશિય તુટવાની આ ઘટના પર અમિત શાહે જણાવ્યું કે 5600 મીટરની ઉંચાઇ પર સ્થિત ગ્લેશિયર તુટવાથી હિમસ્ખલન થયુ, જે 14 કિમી ક્ષેત્ર જેટલું મોટુ હતું. જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું. 

અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક સ્થિતિ પર 24 કલાક નજર રાખી રહી છે. પ્રધાનમંત્રી મોદી સ્વયં સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. ગૃહ મંત્રાલય બંને કંટ્રોલ રુમ દ્વારા નજર રાખી રહ્યું છે. રાજ્યને દરેક પ્રકારની સહાયતા આપવામાં આવી રહી છે. 

રાજ્યસભામાં પીએમ મોદી થયા હતા ભાવુક

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજ્યસભામાં 4 સાંસદોના વિદાય સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. પીએમ મોદી રાજ્યસભાના સાંસદોને વિદાય આપતા ભાવુક થઇ ગયેલા જોવા મળ્યાં હતા. 

પીએમ મોદીએ ગુલામ નબી આઝાદ સાથેનો અનુભવ વર્ણવતા ભાવુક થઇ ગયા હતા. આઝાદને લઇને ગુજરાતના મુખ્યમંત્રીકાળના સમયેને યાદ કર્યો હતો.

ગુલામ નબી આઝાદ પણ રાજ્યસભામાં છેલ્લા ભાષણમાં ભાવુક થયા 

ગુલામ નબી આઝાદ પણ છેલ્લા ભાષણમાં ભાવુક થઈ ગયેલા જોવા મળ્યાં હતા. ગુલામ નબી આઝાદે કહ્યું કે જમ્મૂ-કશ્મીરનો મુખ્યમંત્રી બન્યો ત્યાર બાદ મે મહિનામાં આતંકીઓએ હુમલો કર્યો હતો. જ્યાં ગુજરાતના પ્રવાસીઓ ભોગ બન્યા હતા. આતંકીઓના હુમલામાં મૃત્યુ પામેલા લોકો અને તેમના પરિવારજનોની જોઈને હું ભાવુક થઈ ગયો હતો.જ્યારે તે સમયે તત્કાલિન CM નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. જ્યારે એરપોર્ટ ગયો ત્યારે બાળકો મારા પગ પકડીને રડવા લાગ્યા. જે જોઈને હું મારા આંસુ રોકી નહોતો શક્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ