બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Amit Shah gurdaspur Punjab politically attacked AAP bhagwant mannn

રાજનીતિ / 'ભગવંત માન કેજરીવાલના ટ્રાવેલ પ્લાનર, જનતાને મળવાનો સમય નથી'- AAP પર ગરજ્યા અમિત શાહ

Vaidehi

Last Updated: 05:26 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબમાં AAP સરકાર પર પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે ભગવંત માન અને કેજરીવાલ પાસે ઘણો સમય છે પરંતુ પંજાબની જનતા માટે જ સમય નથી.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંજાબ પહોંચ્યાં
  • CM ભગવંત માન અને કેજરીવાલ પર કર્યો પ્રહાર
  • ઓપરેશન બ્લૂ સ્ટારનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પણ પ્રહાર

પંજાબનાં ગુરદાસપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે PM મોદીનાં 9 વર્ષ પૂર્ણ થયાનાં અવસર પર એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકારની ઉપલ્બધીઓ જણાવી. શાહે કહ્યું કે ભાજપની મોદી સરકાર રિફોર્મ, પર્ફોમ, ટ્રાંસફોર્મનાં મંત્ર પર ચાલે છે. આ દરમિયાન તેમણે પંજાબની માન સરકાર પર પણ પ્રહાર કર્યાં હતાં.

ભગવંત માન અને કેજરીવાલ પર પ્રહાર
શાહે કહ્યું કે ભગવંત માને જે વાયદાઓ ચૂંટણી પહેલા કર્યાં હતાં તે અત્યાર સુધી પૂર્ણ નથી કર્યાં. મહાન શીખ ગુરુઓનાં રસ્તા પર ચાલનારા પંજાબનાં લોકોએ આઝાદી પહેલા અને આઝાદી બાદ દરેક સંકટમાં સમગ્ર દેશની રક્ષા કરી છે. તેમણે કહ્યું કે ભગવંત માનની પાસે, અરવિંદ કેજરીવાલની પાસે સમય છે પરંતુ તેમની પાસે રાજ્યની જનતા માટે જ સમય નથી. તેમણે કહ્યું કે ક્યારેક તો મને ખબર નથી પડતી કે તેઓ(ભગવંત) મુખ્યમંત્રી છે કે પાયલટ છે.તેમણે આગળ કહ્યું કે પંજાબની જનતા ભયભીત છે, લૉ એન્ડ ઓર્ડરનું સ્તર નીચે તરફ જઈ રહ્યું છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે પંજાબની જનતા આ બદલ માન સરકારને જરૂરથી સબક શિખવશે.

શાહે ઓપરેશન બ્લૂ સ્ટારનો ઉલ્લેખ કર્યો
શાહે 1984નાં નરસંહારને યાદ કરતાં કહ્યું કે તે કોંગ્રેસનાં નેતૃત્વે કર્યું હતું, તે સમયે હજારો શીખ ભાઈ-બહેનોની હત્યા કરી દેવામાં આવી હતી. 1984થી લઈને 2014 સુધી કોઈપણ દોષીતને સજા નથી પરંતુ તે બાદ મોદી સરકારે દોષીઓને જેલમાં મોકલવાનું કામ કર્યું.

પંજાબે  દેશને  સમાનતા અને સદ્ભાવનો પાઠ શિખવ્યો
શાહે પંજાબની જનતાને મહાન શીખ ગુરુઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે ન માત્ર પંજાબ પરંતુ સમગ્ર દેશને દેશભક્તિ, સમાનતા અને સદ્ભાવનો પાઠ શિખવ્યો છે. શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે પંજાબ એક એવું રાજ્ય છે કે જ્યાં ત્રિરંગાનાં ત્રણ રંગો જોવા મળે છે. અહીં શહીદોનાં બલિદાનમાં કેસરિયો, ગુરુઓની શાંતિ અને સદ્ભાવનો સફેદ રંગ અને ખેડૂતો જ્યારે દેશનાં ગોડાઉન ભરે છે તો અમને તેમાં લીલો રંગ જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ