બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Amidst 'next 48 hours heavy' forecast, torrential rains started in Ahmedabad

આવ રે વરસાદ / 'આગામી 48 કલાક ભારે' આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ, અનેક વિસ્તારો પાણી-પાણી

Malay

Last Updated: 02:39 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. કાળા ડિબાંગ વાદળો સાથે શહેરમાં વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.

  • ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર
  • વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ શરૂ
  • નરોડા, નવા નરોડા, નિકોલમાં મેઘરાજાની તોફાની બેટિંગ
  • વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા 
  • લોકોને ગરમી અને બફારાથી રાહત મળી

અમદાવાદમાં 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ફરી વરસાદ શરૂ થયો છે. શહેરમાં ફરી વરસાદી માહોલ જામતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ 
શહેરના  શાહપુર, જુના વાડજ, નવા વાડજ, શાહીબાગ, જગતપુર, રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ઝુંડાલ, SG હાઈવે, બોપલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ઈસનુપુર, દાણીલીમડા, મોટેરા, આંબાવાડી, મેમનગર, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, જુહાપુરા, નરોડા, નારોલ સહિત તમામ વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. 

અમદાવાદીઓને ગરમીથી મળી રાહત
વરસાદના કારણે શહેરમાં ઠેકઠેકાણે વરસાદી પાણી જમા થઈ ગયા છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે. વરસાદના કારણે  શહેરના કેટલાક વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ પડતાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગઈકાલે તૂટી પડ્યો હતો ભારે વરસાદ 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિવસભરના અસહ્મ ઉકળાટ બાદ અચાનક મેઘરાજા પૂરબહાર ખીલી ઊઠ્યા હતા. પૂર્વ અમદાવાદમાં પોણા ત્રણ ઈંચ અને પશ્ચિમ અમદાવાદમાં બે ઈંચથી વધુ વરસાદ માત્ર સાંજના 6થી 8 વાગ્યાની વચ્ચે તૂટી પડતાં હજારો અમદાવાદીઓ રોડ પર ફસાઈ ગયા હતા. આમાં પણ વરસાદની નવી પેટર્ન મુજબ ગોતામાં ધીમી ધારના ઝાપટાં પડ્યા હતા, જ્યારે સિંધુભવન રોડ સહિતના વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતા લોકો તોબા પોકારી ઊઠ્યા હતા. 

ગુજરાતમાં હજુ આટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ, છેલ્લા 24 કલાકમાં 188  તાલુકામાં વરસ્યો, સૌથી વધુ કપરાડામાં 5.5 ઈંચ | 4 days heavy rain forecast  in Gujarat monsoon 2022

મીઠાખળી અંડરપાસ કરાયો હતો બંધ
શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા મીઠાખળી અંડરપાસને બંધ કરવો પડ્યો હતો. તેમજ વાસણા બેરેજના નવ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. અચાનક પડેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ