બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Amid severe cold, the Meteorological Department has issued an alert regarding rain in many states

હવામાન અપડેટ / UP-દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, વરસાદને લઇ અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર, જાણો તાપમાન

Priyakant

Last Updated: 08:30 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update Latest News: એક તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર

  • ઉત્તર ભારતમાં આ સમયે હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે લોકો
  • તાપમાનમાં વધુ ઘટાડો થયો નથી તેમ છતાં ઠંડીના કારણે લોકો ઘરોમાં જ રહ્યા 
  • IMD એ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની ચેતવણી જાહેર કરી

Weather Update : શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં આ સમયે લોકો હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. વાત જાણે એમ છે જે, તાપમાનમાં વધુ ઘટાડો થયો નથી તેમ છતાં ઠંડીના કારણે લોકો ઘરોમાં સંતાઈ રહ્યા છે. ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે IMD એ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. જોકે તાપમાનમાં પણ ધીમે ધીમે વધારો થશે.

એક તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે તે દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ મેદાની વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ અંતર્ગત દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વરસાદની સંભાવના છે. જોકે તાજેતરમાં પૂર્વી યુપીમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીથી થોડી રાહતની અપેક્ષા છે.

File Photo

ઘણા રાજ્યોમાં રહેશે ગાઢ ધુમ્મસ 
IMD અનુસાર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના ભાગોમાં કરા પડવાની સંભાવના છે. હરિયાણામાં ગાઢથી ઘનઘોર ધુમ્મસ રહેશે. અહીં વિઝિબિલિટી 50 કરતાં ઓછી રહેવાની ધારણા છે. બિહાર, પંજાબ અને ચંદીગઢમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આ રાજ્યોમાં તીવ્ર થી અતિ તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે.

વાંચો વધુ: ભારત વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવી માલદીવને ભારે પડી, તમામ ફ્લાઇટ્સનું બુકિંગ EaseMyTripએ રદ કર્યું

જાણો લઘુત્તમ તાપમાન કેટલું નોંધાયું ? 
દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 6 થી 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ તરફ પૂર્વ યુપી અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં લઘુત્તમ પારો 10 થી 12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યો તો  બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ભાગોમાં લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ