બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Amid controversies, the film 'Adipurush' is making bumper earnings, collected 240 crores worldwide in two days

Adipurush Box Office / વિવાદો વચ્ચે ફિલ્મ 'આદિપુરુષ' કરી રહી છે બમ્પર કમાણી, બે દિવસમાં વર્લ્ડવાઈડ કર્યું 240 કરોડનું કલેક્શન

Megha

Last Updated: 03:51 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આમ છતાં ફિલ્મે રિલીઝના બીજા દિવસે સારી એવી કમાણી કરી લીધી છે.

  • ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં
  • વિરોધ વચ્ચે ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે
  • પહેલા દિવસથી ફિલ્મની થઈ રહી છે ટીકા

ઓમ રાઉતની રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે. જો કે હાલ ફિલ્મ પર રામાયણના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો અને દ્રશ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ પણ છે જેના પર ફેન્સ ખૂબ નારાજ છે. એમ છતાં ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. 

આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આમ છતાં ફિલ્મે રિલીઝના બીજા દિવસે સારી એવી કમાણી કરી લીધી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 240 કરોડની કમાણી કરી છે.

ફિલ્મના પહેલા દિવસના કલેક્શનની વાત કરી તો ફિલ્મે પહેલા દિવસે 140 કરોડની કમાણી કરી હતી.બીજા દિવસે વિવાદો વચ્ચે પણ ફિલ્મે વર્લ્ડવાઈડ 100 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે જ જણાવી દઈએ કે આદિપુરુષની હિન્દી સ્ક્રીનિંગે પ્રથમ દિવસે 36-37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

પહેલા દિવસથી ફિલ્મની થઈ રહી છે ટીકા
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ને જોવા માટે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રામાયણની કહાની પર આધારિત આ ફિલ્મના ડાયલોગ્સે દર્શકોને ખૂબ જ નિરાશ કર્યા હતા. રામાયણની કહાની દર્શાવતી ફિલ્મના ઘણા ડાયલોગ્સ આજની સામાન્ય ભાષામાં હતા, જેના કારણે પહેલા દિવસથી જ આ ફિલ્મની ખૂબ જ ટીકા થઈ છે.  સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું રિએક્શન ફિલ્મને લઈને ખરાબ છે. લોકો ફિલ્મ મેકર્સ પર ગુસ્સો ઉતારી રહ્યા છે. ત્યારે હવે મનોજ મુન્તશીરે કહ્યું છે કે 'આ અઠવાડિયે ફિલ્મના વિવાદાસ્પદ ડાયલોગ્સ બદલવામાં આવશે અને તેને ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ