બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / american visas us visa indians processing time likely to fall by next year

ખુશખબર! / અમેરિકાના વીઝાની રાહ જોતા ભારતીયો માટે ખુશખબર! 2023 સુધી 12 લાખ વીઝા આપશે સરકાર

Arohi

Last Updated: 07:53 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી વીઝા લેવા માટે લાંબી લાઈન છે. કોરોના કાળ વખતે વીઝા મળવાના બંધ થઈ ગયા હતા. જ્યારે કોરોના પ્રોટોકોલ સંબંધિત પ્રતિબંધ ખતમ થયું તો અમેરિકા જવા માટે મોટી સંખ્યામાં ભારતીય અમેરિકી વીઝા મળવા માટે રાહ જોવા લાગ્યા. હવે અમેરિકી સરકારે ભારતીયોને ઝડપથી વીઝા આપવાનો નિર્ણય કર્યો છે.

  • અમેરિકા જવા ભારતીયોની લાઈન 
  • અમેરિકાનો ભારતીયોને ઝડપથી વીઝા આપવાનો નિર્ણય 
  • જૂન 2023 સુધી 12 લાખ ભારતીયોને મળશે વીઝા 

અમેરિકા જવા માટે મોટી સંખ્યામાં ભારતીયોને વીઝા માટે લાંબી રાહ જોવી પડી છે. ભારતીય વિદ્યાર્થીઓ અને અમેરિકામાં નોકરી કરતા ભારતીઓની ફરિયાદ રહી છે કે તેમને વીઝા મળવામાં ઘણું મોડુ થાય છે પરંતુ હવે અમેરિકાએ ભારતીય લોકોને વીઝા આપવામાં તેજી લાવવાના સંકેત આપ્યા છે. 

એક રિપોર્ટ અનુસાર અમેરિકી દૂતાવાસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરૂવારે કહ્યું કે અમેરિકી વીઝા જાહેર કરવા માટે વેટિંગ પીરિયડમાં 2023ના ઉનાળા સુધી ઘટાડાની આશા છે અને આ સંખ્યા લગભગ 12 લાખ સુધી પહોંચવાનો અનુમાન છે. અધિકારીએ કહ્યું, "અમેરિકા દ્વારા વીઝા જાહેર કરવાના મામલામાં ભારત પહેલી પ્રાથમિકતા પર છે. અમારો ઉદ્દેશ્ય અવતા વર્ષના મધ્ય સુધી સ્થિતિને કોવિડ-19ના પૂર્વ સ્તર પર લાવવાનો છે."

અમેરિકી વિઝામાં અરજીની સંખ્યામાં વધારો 
ભારત એ દેશોમાં શામેલ છે જ્યાં કોરોના કાળ બાદ પ્રતિબંધ હટાવતા જ અમેરિકી વીઝા માટે અરજીની સંખ્યામાં ખૂબ જ તેજી જોવા મળી છે. અધિકારીએ જણાવ્યું કે વીઝા આપવા માટે લાંબી રાહના સમયને ધ્યાનમાં રાખતા અમેરિકા અને વધુ કર્મીઓની ભરતી અને "ડ્રોપ બોક્સ" સુવિધાઓને વધારવા સહિત ઘણી પહેલ કરી રહ્યું છે. 

દર મહિને લગભગ એક લાખ વીઝા જાહેર કરવાની યોજના 
અધિકારીએ કહ્યું કે અમેરિકા પહેલા જ ભારતીયો માટે એચ અને એલ શ્રેણીના વીઝાને પોતાની પ્રાથમિકતાના રૂપમાં ઓળખી ચુક્યું છે અને વીઝાનું ખાનગીકરણ કરવા માટે ઈચ્છુક લોકો માટે હાલમાં જ લગભગ 1,00,000 સ્લોટ જાહેર કરવામાં આવ્યા હતા. અમુક શ્રેણીઓ માટે વેટિંગનો સમય પહેલાના 450 દિવસથી ઘટીને લગભગ નવ મહિના કરી દેવામાં આવ્યો છે. 

અધિકારીએ જણાવ્યું કે B1, B2 વીઝા માટે વેટિંગ ટાઈમ પણ લગભગ નવ મહિનાતી ઓછો કરવામાં આવી રહ્યો છે. અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા વીઝાની સંખ્યાના મામલામાં ભારતમાં ભારતના હાલના નંબર ત્રણથી બીજા સ્થાન પર જવાની આશા છે. હાલ મેક્સિકો અને ચીન ભારતથી આગળ છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને વીઝા માટે વેટિંગ સમયમાં ઘટાડો કરવાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ખાસ કરીને એ લોકો માટે જે પોતાના વિઝાનું નવીનીકરણ ઈચ્છે છે. 

ગયા વર્ષે 82 હજાર વીઝા જાહેર કરવામાં આવ્યા 
જણાવી દઈએ કે વીઝા સાક્ષાત્કાર વગર અમેરિકી વીઝાના નવીનીકરણ માટે અરજી કરવાની પ્રક્રિયાને ડ્રોપ બોક્સ સુરક્ષાના રૂપમાં જાણવામાં આવે છે. છેલ્લા 4 વર્ષના સમયગાળાની અંદર અમેરિકી વીઝા મુકનાર ડ્રોપ બોક્સ સુવિધા માટે પાત્ર છે.

અમેરિકાએ છેલ્લા એક વર્ષમાં લગભગ 82,000 વીઝા જાહેર કર્યા છે. અધિકારીએ કહ્યું કે અમે આવતી ગરમીઓ સુધી ભારતીયોને 11થી 12 લાખ વીઝા આપવાનું આયોજન બનાવી રહ્યા છીએ. મહત્વનું છે કે ભારત અમેરિકી વીઝા માટે લાંબી પ્રતીક્ષા અવધિના મુદ્દાને અમેરિકા સાથે ઉઠાવતુ રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ