કેલિફોર્નિયાની સેંટા ક્લારા સ્થિત સિલિકોન વેલી બેંક 10 માર્ચનાં નિષ્ફળ ગઈ હતી. બેંકની નાણાકીય સ્થિતિને લઈને ચિંતિત એકાઉન્ટ હોલ્ડર્સ પોતાનું નાણું લેવા માટે લાઈનમાં લાગ્યાં હતાં.
અમેરિકામાં બેંકિંગ સેક્ટરનું સંકટ યથાવત
નાણામંત્રી જેનેટ યેલેનએ કરી સ્થિતિની સમીક્ષા
'અમેરિકાનું બેંકિંગ સિસ્ટમ મજબૂતી સાથે ઊભું છે'
અમેરિકાનાં બેંકિગ સંકટની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં 2 અઠવાડિયાથી અમેરિકામાં 2 બેંકો બંધ થઈ ગઈ છે. પરંતુ અમેરિકાનાં કેટલાક અન્ય બેંકો પર પણ સંકટ આવે તેવી સંભાવના છે. તેવામાં આશંકા છે કે સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકનાં ડૂબ્યાં બાદ અમેરિકાનું આ બેંકિંગ સંકટ અન્ય બેંકોને પણ પોતાની અડફેટે લઈ શકે છે. જો સ્થિતિમાં સુધાર ન આવ્યો તો અમેરિકાની લગભગ 110 બેંકો સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક જેવા સંકટમાં અટવાઈ શકે છે.
સરકારે કરી છે આ સેક્ટરને મદદ
બેંકિંગ સંકટનો સામનો કરવા માટે અમેરિકાનાં સેંટ્રલ બેંક ફેડરલ રિઝર્વે બેંકોને 250 અરબ ડોલરની નાણાકીય મદદ ફાળવી છે. પરંતુ સરકારની આ ભારી રકમની મદદ મળી હોવા છતાં બેંકોનાં શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે અમેરિકાની ટ્રેઝરી સચિવ જેનેટ યેલેને આ મુદે સરકારનો પક્ષ લેતાં કહ્યું છે કે 'કેટલીક બેંકોનાં નિષ્ફળ જવાથી સમગ્ર બેંકિંગ સિસ્ટમને નિષ્ફળ કરાર ન કરી શકાય.' તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે 'અમેરિકાનું બેંકિંગ સિસ્ટમ મજબૂતી સાથે ઊભું છે.'
નાણામંત્રી જેનેટ યેલેનએ શું કહ્યું?
અમેરિકાની નાણામંત્રી જેનેટ યેલેને સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકનાં ડૂબ્યાં બાદ બેંકિંગ સેક્ટર પર આવેલા ખતરાની વાતને નકારતાં કહ્યું કે, 'કેટલીક બેંકોનાં નિષ્ફળ થવાથી અમેરિકી બેંકિંગ સિસ્ટમની મજબૂતીને કોઈ અસર પડશે નહીં. યેલેનએ દાવો કર્યો છે કે બેંકિંગ સેક્ટરની સ્થિતિ હવે સ્થિર થવા માંડી છે.' યેલેનએ અમેરિકન બેંકર્સ એસોસિએશનનાં એક કાર્યક્રમમાં આ બેંકોનાં ડૂબ્યાં બાદ શરૂ થયેલી આશંકાઓ દૂર કરવાનાં પ્રયાસો કર્યાં હતાં. પરંતુ આ સાથે જ તેમણે ચેતવણી આપી કે આ સંકટ જો ન થોભ્ચું તો આગળનાં સમયમાં નાણાકીય અસ્થિરતાનું જોખમ આવી શકે છે.
અમેરિકી બેંકિંગ સિસ્ટમ ખતરામાં..
કેલિફોર્નિયાની સેંટા ક્લારા સ્થિત સિલિકોન વેલી બેંક 10 માર્ચનાં નિષ્ફળ ગયું હતું. બેંકની નાણાકીય સ્થિતિને લઈને ગભરાયેલા એકાઉન્ટ હોલ્ડર્સ પોતાની રકમ કાઢવા માટે લાઈનમાં લાગી ગયાં હતાં. આ અમેરિકી બેંકિંગ સેક્ટરનાં ઈતિહાસમાં 2008માં લીમન બ્રધર્સનાં ફેલ થયા બાદની બીજી સૌથી મોટી બેંકની નિષ્ફળતા છે. થોડા સમય બાદ બેંકિંગ રેગ્યુલેટર્સે ન્યૂયોર્ક સ્થિત સિગ્નેચર બેંકનાં પણ ફેલ થવાનું એલાન કર્યું .