બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ameerpura village of Patan is waterlogged even after three days of rain
Malay
Last Updated: 03:14 PM, 22 September 2023
ADVERTISEMENT
Patan News: ગુજરાતમાં લાંબા વિરામ બાદ શનિવારથી વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના ચોથા રાઉન્ડમાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારમાં તો મેઘરાજા ધમાકેદારની બેટિંગ કરી હતી. જેના કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા હતા. નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, હાલ રાજ્યમાં વરસાદ પર બ્રેક લાગી છે, પરંતુ હજુ પણ કેટલાક ગામોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
અમીરપુરાના ગ્રામજનોમાં ભારે આક્રોશ
પાટણ જિલ્લાના અમીરપુરા ગામમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી. રાધનપુર તાલુકાના અમીરપુરા ગામે વરસાદના ત્રણ દિવસ બાદ પણ કમરસમા પાણી ભરાયેલા છે. 30 જેટલા પરિવારો હજુ પણ પોતાના ઘરમાંથી વરસાદી પાણી ઉલેચી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, 3 દિવસ અગાઉ રાધનપુરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા.
ત્રણ દિવસ બાદ પણ કમરસમા પાણી
અમીરપુરા ગામમાં પાણી ભરાયેલા રહેતા ગામમાં રોજગારની તમામ કામગીરી પણ ઠપ્પ પડી ગઈ છે. તો બીજી બાજુ આ ગામમાં વહીવટી તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામમાં રોગચાળો ફાટી નીકળવાની આશંકા વચ્ચે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ઘરમાં ખાવા પીવાનું બધું જ બગડી ગયુંઃ સ્થાનિક મહિલા
વહીવટી તંત્ર પર રોષ વ્યક્ત કરતા ગામની મહિલાઓએ જણાવ્યું કે, ઘરમાં પાણી ભરાઈ ગયા છે, કોઈ ધારાસભ્ય અમારી સંભાળ લેતું નથી. ઘરે ખાવા-પીવાનું કંઈ જ નથી, બધું જ બગડી ગયું છે.
... મત લેવા માટે બે હાથ જોડીને આવે છેઃ સ્થાનિક મહિલા
અન્ય એક મહિલાએ જણાવ્યું કે, અમારે બહું જ તકલીફ છે, ખાવા-પીવાથી લઈને બધી જ તકલીફ છે. અમારી મદદ માટે કોઈ સરપંચ પણ નથી આવતા કે અન્ય કોઈ નેતા પણ નથી આવતા. જ્યારે તેઓને મત લેવા હોય ત્યારે તેઓ બે હાથ જોડીને આવે છે. ત્રણ દિવસથી અમે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છીએ. અમારે કેટલા દિવસ ભૂખ્યા અને તરસ્યા દિવસો પાણીમાં કાઢવા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT