બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / AMC spent billions of rupees to provide water facility to Ahmedabadites

સુવિધા / અમદાવાદીઓને પાણીની ફેસિલિટી પૂરી પાડવા AMCએ ખર્ચી કાઢ્યા અબજો રૂપિયા, લગાવ્યું એડીચોટીનું જોર

Priyakant

Last Updated: 04:00 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સત્તાધીશો દ્વારા છેલ્લાં સાડા પાંચ વર્ષમાં રૂ. 3.73 અબજના ખર્ચે લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું કરવા માટે તેની ડીઆઇ પાઇપ ખરીદાઈ હોવાનું જાણવા મળ્યું છે.

  • પાઇપલાઇનના નેટવર્ક પાછળ અધધ રૂ. 3.73 અબજ ખર્ચાયા
  • AMCએ શહેરીજનોની સુવિધા માટે એડીચોટીનું જોર લગાવ્યું
  • દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીએ આપી માહિતી 

અમદાવાદ શહેરનો હાલનો વિસ્તાર 488.87 ચો.કિ.મી.નો હોઈ આશરે 72 લાખ લોકોની વસ્તી છે. અમદાવાદ દેશનું મેગાસિટી, હેરિટેજ સિટી તેમજ સ્માર્ટ સિટી હોઈ તે ઝડપભેર વધુને વધુ વિકસી રહ્યું હોઈ નાગરિકોને પીવાનું પાણી જેવી મૂળભૂત પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. લોકોને પીવાનું પાણી તંત્રની ફરજિયાત સેવાના ભાગરૂપે આવતું હોઈ શહેરમાંથી 4500 કિ.મી. જેટલી સપ્લાય લાઇન તથા 530 કિ.મી. જેટલી ટ્રન્ક મેઇન લાઇન છે. સત્તાવાળાઓ દ્વારા દરરોજ માથાદીઠ 150 લિટરથી વધુ પાણી પૂરું પાડવામાં આવે છે, જે મુખ્યત્વે નર્મદા કેનાલમાંથી મેળવવામાં આવે છે. જોકે સત્તાધીશો દ્વારા છેલ્લાં સાડા પાંચ વર્ષમાં રૂ. 3.73 અબજના ખર્ચે લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું કરવા માટે તેની ડીઆઇ પાઇપ ખરીદાઈ હોવાનું જાણવા મળ્યું છે. આમ મ્યુનિ. તિજોરીમાંથી લોકોને પાણીની સુવિધા પૂરી પાડવા માટે અબજો રૂપિયા વપરાઈ રહ્યા છે.

અમદાવાદમાં પાણી શુદ્ધીકરણના કોતરપુર, જાસપુર, રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ 1530 એમએલડી ક્ષમતા સામે હાલમાં 1590 એમએલડીની ક્ષમતા વપરાશમાં છે. મ્યુનિ. તંત્ર દ્વારા શહેરમાં 221 વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર કાર્યરત હોઈ તેની ભૂગર્ભ અને ઓવરહેડ ટાંકીઓની સંયુક્ત ક્ષમતા 1816.23 મિલિયન લિટર પાણીની છે. આ ટાંકીઓ મારફતે શહેરીજનોને રોજે રોજ 1650 મિલિયન લિટર પાણી પૂરું પડાય છે.

વપરાઈ ચૂક્યા છે કુલ રૂ.3.73 અબજથી વધુ
ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં લોકોને પાણીની મૂળભૂત સુવિધા આપવા નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ઉપરાંત તેના કમાન્ડ એરિયામાં નેટવર્ક બિછાવવાની કામગીરી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાંથી નાગરિકોના ઘર, ઓફિસ, દુકાન કે ગોડાઉન, ફેક્ટરી સુધી પાણી પૂરું પાડવા નવી લાઇન નાખવી કે પછી જૂની અને કટાઈ ગયેલી પાઇપલાઇન બદલવી તેમજ પાણીનું પ્રેશર સુધારવા ઓછા વ્યાસની પાઇપલાઇનના બદલે વધુ વ્યાસની પાઇપલાઇન નાખવી વગેરે કામગીરી શહેરમાં અવિરતપણે ચાલતી જ રહે છે. મ્યુનિ. તંત્ર દ્વારા પાણીના નેટવર્ક માટે અલગ અલગ સાઇઝની ડીઆઇ પાઇપ નખાઈ રહી છે. પાણીના વિતરણ માટે લોખંડની બનેલી ડીઆઇ પાઇપ વિશ્વભરમાં માન્યતા ધરાવે છે. પાણીના નવા નેટવર્કને બિછાવવા કે તેમાં સુધારો-વધારો કરવા ખરીદાયેલી ડીઆઇ પાઇપ અંગેની તંત્રની સત્તાવાર માહિતી દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2016-17થી લઈને ગત ડિસેમ્બર-2022 સુધીમાં આ માટે મ્યુનિ. તિજોરીમાંથી કુલ રૂ.3.73 અબજથી વધુ વપરાઈ ચૂક્યા છે.

દરિયાપુરના કોર્પોરેટરે આપી માહિતી 
વિપક્ષ મ્યુનિ. કોંગ્રેસના ઉપનેતા અને દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીને મ્યુનિ. કોર્પો. દ્વારા સત્તાવાર અપાયેલી માહિતી મુજબ વર્ષ 2016-17માં તંત્રે પાણીની પાઇપલાઇન ખરીદવા પાછળ રૂ.33.54 કરોડથી વધુ, 2017-18માં રૂ. 24.88 કરોડથી વધુ, 2018-19માં રૂ. 52.01 કરોડથી વધુ, 2019-20માં 79.25 કરોડથી વધુ, 2020-21માં રૂ.88.05 કરોડથી વધુ અને 2021-22માં ડિસેમ્બર, 2022 સુધીમાં રૂ.53.13 કરોડથી વધુનો ખર્ચ પાણીની પાઇપો ખરીદવા કરાયો છે.

ડીઆઇ પાઇપ ખરીદવા રૂ.3.73 અબજથી વધુનો ખર્ચ કર્યો
છેલ્લાં સાડા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2016-17થી ડિસેમ્બર-2022 સુધીમાં પાણીની ડીઆઇ પાઇપ ખરીદવા પાછળ મ્યુનિ. તંત્રે રૂ.3,73,05,58,647નો એટલે રૂ.3.73 અબજથી વધુનો ખર્ચ કર્યો હોવાનું તંત્રનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે. જે હેઠળ તંત્રે 80, 100, 150, 200, 250, 300, 350, 400, 450થી લઈને છેક 1000 મિ.મી. વ્યાસની ડીઆઇ પાઇપને રબરના ગાસ્કેટ સાથે ખરીદીને તેનો ઉપયોગ પાણીની સુવિધા માટે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

નાગરિકો વોટ્સએપ પર પાણીની આપી શકે છે ફરિયાદો 
તંત્ર દ્વારા શરૂ કરાયેલા વોટ્સએપ નંબર 7567855303 પર લોકો પાણીને લગતી વિવિધ ફરિયાદો જેવી કે દૂષિત પાણી, ઓછું પાણી, લિકપ્રેસ, મોટરિંગ વગેરે નોંધાવી શકે છે, જેમાં ૨૪ કલાકથી સાત દિવસમાં ફરિયાદનો નિકાલ કરાશે તેવો તંત્રનો દાવો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ