બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Ambati rayudu quits ysr congress party in 10 days only

રાજકારણ / રાજકારણની પિચ પર 10 જ દિવસમાં બોલ્ડ થઈ ગયો સ્ટાર ક્રિકેટર, 10 જ દિવસમાં છોડી પાર્ટી; ધોની સાથે છે ખાસ કનેક્શન

Vaidehi

Last Updated: 05:59 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીના મિત્ર અને ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂકેલા અંબાતી રાયડૂએ રાજનીતિથી થોડા સમય માટે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. 28 ડિસેમ્બરનાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતાં.

  • અંબાતી રાયડૂએ લીધો મોટો નિર્ણય
  • રાજકારણથી સંન્યાસ લેવાની કરી જાહેરાત
  • 28 ડિસેમ્બર 2023નાં રોજ જ કોંગ્રેસ જોઈન કરી હતી

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં મિત્ર અને ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂકેલા અંબાતી રાયડૂએ રાજકારણથી થોડા સમય માટે બ્રેક લેવાનું મન બનાવી લીધું છે. 38 વર્ષીય રાયડૂએ ડિસેમ્બર 28માં જ YSR કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી.  પણ આજે એટલે કે 6 જાન્યુઆરીનાં રોજ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને પાર્ટી છોડવાની ઘોષણા કરી છે.

પાર્ટી છોડવાનો નિર્ણય
તેમણે લખ્યું કે, હું સૌને જણાવવા ઈચ્છું છું કે," મેં YSRCP પાર્ટીને છોડવાનું અને થોડા સમય માટે રાજકારણથી બહાર લેવાનો નિર્ણય કર્યો છે. આગળની જાણકારી સમય આવ્યે જણાવવામાં આવશે. આભાર."

ધોનીના ખાસ મિત્ર
જૂલાઈ 2019માં રાયડૂએ ક્રિકેટ જગત અને IPLમાંથી સંન્યાસ લીધો હતો. આ પહેલાં તેઓ ચેન્નઈ સુપર કિંગ્સનાં શાનદાર ખેલાડી રહી ચૂક્યાં છે. કેપ્ટન ધોનીનાં ખાસ મિત્ર રાયડૂએ ક્રિકેટ છોડ્યાં બાદ રાજકારણમાં પગ મૂકવાનો અને YSR કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જો કે 10 દિવસની અંદર જ રાયડૂએ પાર્ટીનો સાથ છોડી દીધો છે.

વાંચવા જેવું: આજથી રાજસ્થાનના પ્રવાસે PM મોદી, શાહ અને ડોભાલ..., 3 દિવસ સુધી જયપુર હાઇ એલર્ટ પર, જાણો પ્લાન

મુખ્યમંત્રીએ જોઈન કરાવી હતી પાર્ટી
રાયડૂની રાજકારણમાં એન્ટર થવાની ચર્ચા ગતવર્ષ એપ્રિલમાં શરૂ થઈ ગઈ હતી. જો કે તેમણે આ વાતને લઈને સસ્પેંસ જાળવી રાખ્યું હતું કે આખરે ક્યારે તે પાર્ટીમાં જોડાશે. ગતવર્ષે મે-જૂનમાં જગન મોહન રેડ્ડીની સાથે અનેક બેઠકો બાદ એ સ્પષ્ટ થયું કે તે જગત મોહન રેડ્ડીની પાર્ટી YSRCPની સાથે જોડાવા જઈ રહ્યાં છે. રાયડૂએ આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટી જોઈન કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ