બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Alpesh Limbachia did not elaborate on the issue of circulating leaflets against the mayor of Vadodara

પત્રિકા કાંડ / શો-કોઝ નોટિસનો ખુલાસો ન કરવો અલ્પેશ લીંબાચીયાને પડશે ભારે! છીનવાઈ શકે છે ભાજપ સભ્યપદ તથા કોર્પોરેટર પદ

Malay

Last Updated: 09:49 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરવા મુદ્દે કોઈ ખુલાસો ન કરતા ભાજપ અલ્પેશ લીંબાચીયાને સભ્યપદ અને કોર્પોરેટર પદેથી દૂર કરે તેવી શક્યતા છે.

  • મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરવાનો મામલો 
  • અલ્પેશ લીંબાચીયાએ નોટિસનો ન કર્યો ખુલાસો 
  • અલ્પેશ લીંબાચીયાને કોર્પોરેટર પદેથી દૂર કરાય તેવી શક્યતા

વડોદરામાં મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. સમગ્ર પ્રકરણમાં કોર્પોરેશનના પૂર્વ શાસક નેતા અને કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયાનો હાથ હોવાનું સામે આવતા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખે અલ્પેશ લીંબાચીયાને શો-કોઝ નોટિસ પાઠવી હતી અને ખુલાસો માંગ્યો હતો. અલ્પેશ લીંબાચિયાએ ભાજપની નોટિસનો ખુલાસો કર્યો નથી. ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ લીંબાચીયાને ભાજપ સભ્યપદ અને કોર્પોરેટર પદેથી દૂર કરે તેની શક્યતા છે. 

શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ અગાઉ વડોદરાના મેયર નિલેશ રાઠોડને બદનામ કરતી પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. મેયર વિરુદ્ધની નનામી પત્રિકા કોર્પોરેટરો અને નેતાઓના સરનામે પોસ્ટમાં મોકલવામાં આવી હતી. નનામી પત્રિકામાં મેયર અને તેમના ભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરાયાં હતા. નનામી પત્રિકામાં મેયર સામે 8 ગંભીર આક્ષેપો કરાયા હતા. જેમાં મેયરે ટીપી 39માં કોઈ રહેતું નથી ત્યાં બિલ્ડરને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 9 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક નાખી બિલ્ડરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, ભાજપના હોદ્દેદાર સાથે મળી ગેરરીતી કરી કામો મંજૂર કર્યાનો આક્ષેપ, હોદ્દેદારો સાથે મળી 60 કરોડના પાણીના ટાંકી સહિતના કામો મંજૂર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પત્રિકા વાયરલ થયા બાદ વડોદરાનું રાજકારણ ગરમાયું હતું.

નિલેશ રાઠોડ (મેયર, વડોદરા)

અલ્પેશ લીંબાચીયાની ઓફિસમાં બનાવાઈ હતી પત્રિકા
જે બાદ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વડોદરાના મેયર નિલેશ રાઠોડને બદનામ કરતી પત્રિકા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા કોર્પોરેશનના પૂર્વ શાસક નેતા અને કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયાના સાળા અમિત લીંબાચીયા અને સાઢુ આકાશ લીંબાચીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં તરસાલી રોડ પર આવેલી અલ્પેશ લીંબાચીયાની ઓફિસમાં  250થી વધુ પત્રિકાઓ બનાવાઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે અલ્પેશ લીંબાચીયાની ઓફિસમાંથી લેપટોપ અને પ્રિન્ટર કબ્જે કરી તપાસ અર્થે FSLમાં મોકલાયા હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્પોરેશનના પૂર્વ શાસક નેતા અને કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ 24 જુલાઈના રોજ અલ્પેશ લીંબાચીયાને જામીન પર મુક્ત કરાયા હતા. આ મામલે શહેર ભાજપ પ્રમુખે શો-કોઝ નોટિસ આપી 4 દિવસમાં ખુલાસો માંગ્યો હતો. અલ્પેશ લીંબાચિયાએ ભાજપની નોટિસનો ખુલાસો કર્યો નથી. 

કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયા

એક સમયે ખાસ મિત્રો હતા નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબાચીયા 
નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબાચીયાની વાત કરીએ તો વર્ષ 1998-99માં નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબાચીયા બજરંગ દળમાં સાથે કામ કરતાં હતાં, તે સમયે બંનેનો પરિચય થયો અને મિત્ર બન્યા હતા. અલ્પેશ લીંબાચીયા વર્ષ 2007-08માં વડોદરા શહેરના યુવા મોરચાના ઉપપ્રમુખ બન્યા હતા. નિલેશ રાઠોડ તે સમયે રોજગાર સેલના કન્વીનર બન્યા હતા. બાદમાં નિલેશ રાઠોડ 2010માં વોર્ડ 23માંથી સૌપ્રથમ વખત કોર્પોરેટર બન્યા હતા.  જ્યારે અલ્પેશ લીંબાચીયા વડોદરા શહેર યુવા મોરચા મહામંત્રી અને શિક્ષણ સમિતિના સભ્ય બન્યા હતા. 

નિલેશ રાઠોડને મેયર બનાવ્યા બાદ શરૂ થયો હતો ડખો
બાદમાં નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબાચીયા બંને વર્ષ 2015માં વોર્ડ 17માંથી એકસાથે કોર્પોરેટર બન્યા હતા. બાદમાં નિલેશ રાઠોડને દંડક અને શાસક પક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેના અઢી વર્ષ બાદ અલ્પેશ લીંબાચીયાને દંડક બનાવ્યા હતા. બાદમાં અલ્પેશ લીંબાચીયા શાસક પક્ષના નેતા બન્યા હતા. બાદમાં નિલેશ રાઠોડને મેયર બનાવ્યા અને ત્યાંથી ડખો શરૂ થયો હતો. 

આ કારણે તૂટી ગઈ હતી મિત્રતા 
2021માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ નિલેશ રાઠોડને શાસક પક્ષના નેતા બનાવવાના હતા, પણ અલ્પેશ લીંબાચીયાએ મિત્ર નિલેશ રાઠોડને અંધારામાં રાખી એક મોટા નેતાના આશીર્વાદથી પોતે શાસક પક્ષ નેતા બની ગયા હતા. નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબાચીયા ભૂતકાળમાં એક જગ્યાએ લેબર કોન્ટ્રાકટરનું સાથે કામ રાખ્યું હતું, જેમાં વાંધો થતા નિલેશ રાઠોડે જાહેરમાં અલ્પેશ લીંબાચીયાને લાફો મારી દીધો હતો, જેમાં વિવાદ થયો હતો. અલ્પેશ લીંબાચીયા, નિલેશ રાઠોડ સહિત 20થી 25 મિત્રોનું એક સોમનાથ ગ્રુપ છે, જે તમામ ખૂબ નજીકના એકબીજાના મિત્રો છે. અલ્પેશ લીંબાચીયા અને નિલેશ રાઠોડની 25 વર્ષ જૂની મિત્રતા અલ્પેશ લીંબાચીયાની રાજકીય મહત્વાકાંક્ષાના કારણે એક ઝાટકે તૂટી ગઈ હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ