બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / Allu Arjun lives a royal life, lives in a house worth 100 crores and drives cars worth crores

મનોરંજન / રોયલ લાઇફ જીવે છે Allu Arjun, 100 કરોડના મકાનમાં રહે છે અને કરોડોની ગાડીઓમાં ફરે છે 'પુષ્પા'

Megha

Last Updated: 12:54 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિસેમ્બર 2021માં તેની ફિલ્મ પુષ્પાથી ચર્ચામાં આવેલ અલ્લુ અર્જુન અત્યારે અઢળક સંપતિનો માલિક છે અને ખૂબ જ આલીશાન મકાનમાં રહે છે.

  • અલ્લુ અર્જુન અત્યારે અઢળક સંપતિનો માલિક છે
  • 100 કરોડના મકાનમાં રહે છે 'પુષ્પા'
  • 7 કરોડની પર્સનલ વેનિટી વેન 

અલ્લુ અર્જુન, આજે આ નામ માત્ર સાઉથ સિનેમામાં જ નહીં પણ આખા દેશમાં લોકપ્રિય બની ગયું છે.જણાવી દઈએ કે 2003માં ફિલ્મ ગંગોત્રીથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી જે બાદ ધીરે ધીરે નામ કમાવવાની શરૂઆત કરી હતી. ડિસેમ્બર 2021માં તેની ફિલ્મ પુષ્પાથી ચર્ચામાં આવેલ અલ્લુ અર્જુન અત્યારે અઢળક સંપતિનો માલિક છે અને ખૂબ જ આલીશાન મકાનમાં રહે છે. 

100 કરોડના મકાનમાં રહે છે 'પુષ્પા'
અલ્લુ અર્જુન તેની પત્ની સ્નેહા રેડ્ડી અને બંને બાળકો સાથે હૈદરાબાદના એક બંગલામાં રહે છે, જે એકદમ વૈભવી છે. જણાવી દઈએ કે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેમના આ ઘરની કિંમત 10, 20 કે 50 કરોડ નહીં પરંતુ 100 કરોડ છે. અલ્લુ અર્જુનનોઆ બંગલો લગભગ 2 એકરમાં ફેલાયેલો છે, જેમાં સ્વિમિંગ પૂલ, મોટો લૉન, જિમ, થિયેટર જેવી વસ્તુઓ ઉપલબ્ધ છે.

7 કરોડની પર્સનલ વેનિટી વેન 
લગભગ દરેક સ્ટાર્સ પાસે પર્સનલ વેનિટી વેન હોય છે, જેમાં તેઓ સેટ પર આરામ કરે છે, શૂટની તૈયારી કરે છે. નોંધનીય છે કે આ વેનિટી વેન ઘણી મોંઘી આવે છે પણ અલ્લુ અર્જુનની વેનિટી વેનની કિંમત ચોંકાવનારી છે. રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે.

ગાડીઓનો શોખીન છે અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુનને ગાડીઓનો ખૂબ શોખ છે અને એવું કહેવાય છે કે તેની કારના કલેક્શનમાં ઘણી મોંઘી ગાડીઓ છે જેમ કે હમર H2 જેની કિંમત લગભગ 75 લાખ રૂપિયા છે. બીજી તેની પાસે રેન્જ રોવર છે, રિપોર્ટ્સમાં રેન્જ રોવરની કિંમત 2.39 કરોડથી 4.17 કરોડ છે અને અલ્લુ અર્જુને તેની કારનું નામ બીસ્ટ રાખ્યું છે.

 પુષ્પા 2 ફિલ્મનું ટીઝર રિલીઝ
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્ના સ્ટારર ડિરેક્ટર સુકુમારની આગામી ફિલ્મ પુષ્પા 2 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  ફિલ્મનું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. મેકર્સ ટૂંક સમયમાં આ ફિલ્મને થિયેટરમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ આ પહેલા સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મના નિર્માતાઓએ અભિનેતાના જન્મદિવસના એક દિવસ પહેલા ચાહકોને મોટી ભેટ આપી હતી. નિર્માતાઓએ અલ્લુ અર્જુનના જન્મદિવસ પહેલા પુષ્પા 2 ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ