બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / All over Gujarat, Krishna devotees became eager for the birth festival

કૃષ્ણ જન્મોત્સવ / દ્વારકામાં સવારથી ભક્તોનો અવિરત પ્રવાહ, ડાકોરમાં ગરબે ઘૂમ્યા બાદ ગોટા ખાવા લોકોની પડાપડી, ગુજરાતભરમાં જન્મોત્સવ માટે આતુર બન્યા કૃષ્ણભક્તો

Vishal Khamar

Last Updated: 07:52 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની આજે ઉજવણી થવાની છે. ભગવાનના જન્મોત્સવની ઉજવણીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે રાત્રે 12 વાગ્યાની આસપાસ તમામ મંદિરોમાં કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરાશે.

  • જન્માષ્ટમી પ્રસંગે ડાકોરના દૂધના ગોટા ખાવા લોકોની પડાપડી 
  • દરરોજ હજારો ભક્તો માણે છે સ્વાદિષ્ટ ગોટાનો સ્વાદ
  • ડાકોર મંદિર પરિસરમાં જામ્યો ગરબાનો માહોલ 
  • દ્વારકા મંદિર પરિસરમાં જન્માષ્ટમીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • ઈસ્કોન ખાતે રાત્રિ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું 

જન્માષ્ટમી પ્રસંગે ડાકોરનાં દૂધનાં ગોટા ખાવા લોકો પડાપડી કરે છે. દરરોજ હજારો ભક્તો આ સ્વાદિષ્ટ ગોટાનો સ્વાદ માણે છે. ત્યારે આ ખાસ પ્રકારનાં ગોટા તજ, મરી-મસાલા અને દૂધથી બને છે. ભક્તો દહી અને મરચા સાથે આ ગોટાનો સ્વાદ માણે છે. બાપાલાલ ગોટાવાળાની પાંચ પેઢીથી પેઢીથી આ ગોટા બનાવવાનું અવિરત ચાલી રહ્યું છે. તેમજ સેંકડો લોકો ગોટા સાથે લોટ પણ ઘરે લઈ જાય છે. વધુમાં આ ખાસ પ્રકારનો લોટ અમેરીકા, લંડન, આફ્રિકા જેવા દેશમાં પણ મોકલાય છે. 

તેજ, મરી-મસાલા અને દૂધથી બને છે ખાસ પ્રકારના ગોટા
ભક્તો દહીં અને મરચા સાથે માણે છે ગોટાનો સ્વાદ 
પાંચ પેઢીથી અવિરત ચાલી રહી છે બાપાલાલ ગોટાવાળાની પેઢી

બાલ યુવા અને વૃદ્ધ એકસમાન થઈ ભક્તો ઘૂમ્યા ગરબે 
ડાકોરમાં ભક્તિનો માહોલ જામ્યો છે. ત્યારે ડાકોર મંદિર પરિસરમાં ગરબાનો માહોલ જામ્યો હતો. જેમાં બાલ યુવા અને વૃદ્ધ એકસમાન થઈ ભક્તો ગરબે ઘૂમ્યા હતા. તેમજ ડાકોરનાં ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ના નાદે ગરબે રમ્યા હતા. ગરબા રમતા ભક્તો ભાવુક બન્યા હતા. 

મંદિર પરિસરમાં કરાઈ છે કડક સુરક્ષા વ્યવસ્થા
દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવને હવે ગણતરીનાં કલાકો બાકી છે. ત્યારે દ્વારકાધીશનાં જન્મની ભક્તો રાહ જોઈ રહ્યા છે. મંદિર પરિસર જય દ્વારકાધીશનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું. તેમજ જન્માષ્ટમીને લઈ દ્વારકાધીશ મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

સવારથી જ કૃષ્ણ મંદિરોમાં ભગવાનનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

કૃષ્ણ જન્મોત્સવને લઈ આજ સવારથી દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે. સવારથી ભક્તો કાળિયા ઠાકોરની ભક્તિમાં લીન થયા છે. ત્યારે સવારથી જ સુપ્રસિધ્ધ કૃષ્ણ મંદિરોમાં ભગવાનનાં દર્શન માટે ભક્તોનું ધોડાપુર ઉમટ્યું છે.  ભગવાનના રિઝવવા માટે ભક્તો સવારથી ભક્તિ કરી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ મંદિરોમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ ભક્તોને કોઈ પણ હાલાકી ન થાય તે માટે તંત્ર ખડેપગે છે. તો બીજી તરફ પોલીસકર્મીઓ દ્વારા પણ ચુસ્ત સુરક્ષાના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઈસ્કોન મંદિર દ્વારા વિશેષ પૂજનનું કરાયું આયોજન
કૃષ્ણ જન્મોત્સવને લઈ અમદાવાદ ખાતે આવેલ ઈસ્કોન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જન્માષ્ટમીને લઈ ઈસ્કોન મંદિર ખાતે કૃષ્ણજન્મોત્સવને લગતા અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે. તેમજ ઈસ્કોન મંદિર દ્વારા પણ વિશેષ પૂજનનું પણ આયોજન કરાયું છે. ત્યારે મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવને લઈ આરતી અને પૂજનનું પણ ખાસ આયોજન કરાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ