બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Aligarh: Brother got out her minor sisters dead body from the grave

દેશ / અલીગઢમાં ઘેર પાછા આવેલા ભાઈએ બહેનની લાશ કબર ખોદાવીને બહાર કઢાવી, કેમ આવું કર્યું હવે ખુલ્યું રહસ્ય

Vaidehi

Last Updated: 05:42 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહેને સ્યુસાઈડ કર્યું હતું. ભાઈ આવે તે પહેલા જ પરિવારજનોએ તેનો અંતિમ સંસ્કાર કરી દીધો. ભાઈને શક ગયો અને તેણે બહેનની કબર ખોદાવી...પછી જે થયું તે ચોંકાવનારું!

  • અલીગઢનાં બહાદુર ગામમાં બની ચોંકાવનારી ઘટના
  • બહેને સ્યુસાઈડ કર્યું, ભાઈએ તેની કબર ખોદાવી
  • ભાઈને શક થયો કે બહેન સાથે થયું છે દુષ્કર્મ

ભારતનાં અલીગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ભાઈએ પોતાની બહેનની કબર ખોદાવી અને શવ બહાર કઢાવ્યું. આ ઘટના બહાદુર ગામની છે. બહેને ગળે ફાંસો ખાઈ સ્યુસાઈડ કર્યું હતું. પરિવારજનોએ ભાઈ આવે તે પહેલા જ તેનું અંતિમ સંસ્કાર કર્યું હતું. ભાઈને શક ગયો કે તેની બહેન સાથે કંઈક ખોટું કામ થયું છે. તેથી તેણે બહેનની કબર ખોદાવડાવી.

શરીર પર કટની નિશાનીઓ
આ ઘટના 22 મેની છે. બહેન પોતાના ઘરમાં મૃત મળી આવી હતી. જ્યારે બિહારમાં કામ કરતો ભાઈ આ ખબર સાંભળી ઘરે આવ્યો ત્યારે પરિવારજનોએ તેમને જણાવ્યું કે બહેનનાં શરીર પર ઘા હતાં. તેના શરીર પર અનેક જગ્યાએ કટની નિશાનીઓ હતી. આ સાંભળ્યાં બાદ ભાઈને શક થયો કે તેની બહેનનું મોત સામાન્ય નથી. તેને શક ગયો કે બહેન સાથે રેપ થયો હોઈ શકે છે.

ભાઈને થયો શક, કરી પરિવારજનો સાથે વાત
પરિવારજનોએ કહ્યું કે જ્યારે બહેન ફાંસી પર લટકી હતી ત્યારે તેના પગ જમીનને અડી રહ્યાં હતાં. તેના બંને પગની નીચે એક ઈંટ ગોઠવવામાં આવી હતી. તેમની નાની બહેને મોટી બહેનને ફાંસી પર  લટકેલ જોયું હતું. આ તમામ બાબતો સામે આવ્યા બાદ ભાઈને શક થયો કે તેની બહેન સાથે કંઈક ખોટું થયું છે. 

પોલીસને સમગ્ર ઘટનાની કરી જાણ
તેણે પોલીસ ફરિયાદ કરી સમગ્ર મામલો પોલીસને જણાવ્યો. તેણે પોલીસને કહ્યું કે તે બહેનનાં મોતની તપાસ કરાવવા ઈચ્છે છે. તે ઈચ્છે છે કે તેની બહેનનું પોસ્ટમાર્ટમ કરવામાં આવે. તેણે પોલીસને કહ્યું કે તપાસ માટે તેના શવને કબરની બહાર નિકાળી શકાય છે. આ બાદ ઈગલાસ સ્ટેશનનાં અધિકારીઓએ મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતકાનું શવ બહાર કાઢ્યું. પોલીસે શવ પોસ્ટમાર્ટમ માટે મોકલ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ