ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:09 AM, 7 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ધરતી આજે જેવી દેખાય છે, શરૂઆતમાં આવી નહોતી. આ જગ્યા પર ઘણા એવા જીવ-જંતુ અને ઝાડ-છોડ હતા, જે આજના સમયમાં લોકો માટે ઇતિહાસ બની ગયા છે. તેઓ આજના સમયથી તદન અલગ હતા. આ જ કારણ છે કે જ્યારે તેમના અવશેષો લોકોની સામે આવે છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા જ એક ઝાડનાં અવશેષો મળી આવતા, હાલ તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઝાડ 3.5 કરોડ વર્ષ જૂનું છે.

ADVERTISEMENT
Sanportdiacollis પ્રજાતિનું ઝાડ
આ ઝાડને લઈને વૈજ્ઞાનિકો એ કેટલાક દાવાઓ કર્યા છે. તેમનું કહેવું એવું છે કે આવું ઝાડ આ પહેલા ક્યારેય જોવામાં નથી આવ્યું. એક ખાનગી અહેવાલ મુજબ આ ઝાડનો આકાર 3D ક્રાઉન જેવો છે. આ ઝાડનાં અવશેષો કેનેડાનાં ન્યૂ બ્રુન્સવિકથી મળી આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ એક Sanportdiacollis પ્રજાતિનું ઝાડ છે. જે ખૂબ જ ઊંચા હોય છે.
આ ઝાડ કેવું છે
તેમા પણ આ ઝાડની ખાસ વાત એ છે કે, આ ઝાડનાં પાન તેની ટોચથી અલગ થતાં હતા. આ પહેલા અન્ય ઝાડમાં આવું જોવા મળ્યું નથી. આ સાથે આ ઝાડનું થડ તેના પાનનાં કારણે ઘણું સુરક્ષિત હતું.
ADVERTISEMENT
વાંચવા જેવું: આ શખ્સ એલિયન સાથે 3 મહિના રહ્યો, રમતાં બેભાન થતાં પહોંચ્યો UFOમાં, પછી શું થયું, હેરાનીભર્યા દાવા
શું કહે છે શોધકર્તાઓ
આ ઝાડની આકૃતિ જોતાં એવું જણાય છે કે આ મોટા ઝાડ વચ્ચે નાના ઝાડની વૃદ્ધિનું પ્રમાણ છે. આ સાથે શોધકર્તાઓનું કહેવું એવું છે કે 4 કરોડ વર્ષ જૂના જીવોનાં રેકોર્ડમાં પ્રથમ વાર એવું જોવા મળ્યું છે કે ઝાડનું થડ તેના ઉપરના પાનનાં કારણે સુરક્ષિત છે.
સંકળાયેલા મુદ્દાઓ