બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Ali Baba Dastaan-E-Kabul actress Tunisha Sharma dies by suicide

દુખદ / BIG NEWS : 20 વર્ષની ટીવી એક્ટ્રેસે મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરતાં ચકચાર

Hiralal

Last Updated: 09:18 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીનો જાણીતો ચહેરો બનેલી એક્ટ્રેસ તુનિશા શર્માએ 20 વર્ષની વયે આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

  • ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ આત્મહત્યા કરી
  • ટીવી સીરિયલન શુટિંગ વખતે મેકઅપ રુપમાં ગળેફાંસો ખાધો
  • આપઘાત પહેલા એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો
  • આપઘાતનું કારણ અકબંધ, ડિપ્રેશનમાં હોવાની આશંકા 
  • કૈટરીના કૈફની ફિલ્મમાં કર્યું હતું કામ 

ટીવી જગતને વધુ એક મોટા ચહેરાની ખોટ પડી છે. 20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ તેની સીરિયલના શુટિંગ વખતે મેકરુપમાં ગળેફાંસો આપઘાત કરી લેતા શોક વ્યાપ્યો હતો. આ ચોંકાવનારા સમાચાર આવતા જ તમામના હોશ ઉડી ગયા છે. 20 વર્ષની નાની ઉંમરે એવું તે વળી શું દુખ આવ્યું કે આમ અચાનક તુનીષાએ મોતને વ્હાલું કરી લીધું તે સવાલ લોકોના મનમાં ઘોળાઈ રહ્યો છે. 

ટોઈલેટમાં ગળેફાંસો ખાધો 
ટી બ્રેક દરમિયાન તુનિષા ટોયલેટમાં ગઇ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી જેથી સ્ટાફને શંકા પડી હતી અને તેથી દરવાજો તોડીને સ્ટાફ અંદર ઘુસ્યો હતો ત્યારે તેમના આઘાત વચ્ચે તનુષા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. 

આપઘાત પહેલા મેકઅપ રૂમનો વીડિયો શેર કર્યો 
આપઘાત કરતા પહેલા તુનીષાએ મેકઅપ રૂમમાંથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે સેટ પર મેકઅપ કરતી અને ત્યાં હાજર લોકો સાથે વાત કરતી જોવા મળી હતી.

અલી બાબાઃ દસ્તાન-એ-કાબુલ સીરિયલનું શુટિંગ કરી રહી હતી 
20 વર્ષીય તુનીષા તેની આગામી સીરિયલ અલી બાબા દસ્તાન-એ-કાબુલ'નું શૂટિંગ કરી રહી હતી અને આ દરમિયાન તેણે આપઘાત કર્યો હતો. 

આ શોથી કરિયરની શરૂઆત કરી 
તુનીષા શર્માએ પોતાના કરિયરની શરૂઆત ઐતિહાસિક શો ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપથી કરી હતી. આ સિવાય તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પૂચવાલા, શેર-એ-પંજાબ: મહારાજ રણજીત સિંહ, ઇન્ટરનેટ વાલા લવ અને ઇશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં કામ કર્યું હતું.

ફિલ્મોમાં પણ કામ કર્યું હતું તુનીષાએ 
તુનીષા શર્માએ માત્ર ટીવી શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. તેણે 'ફિતૂર', 'બાર બાર દેખો', 'કહાની 2: દુર્ગા રાની સિંહ' અને 'દબંગ 3' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 'ફિતૂર' અને 'બાર બાર દેખો'માં તુનીષાએ યુવાન કેટરિના કૈફનો રોલ કર્યો હતો. આ સિવાય તેણે સલમાન ખાન અને સોનાક્ષી સિંહાની ફિલ્મ દબંગ 3માં કામ કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ