બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar creates a buzz, sings songs at Anant Ambani-Radhika Merchant's pre-wedding

Anant Radhika Wedding / Video: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં અક્ષય કુમારે મચાવી ધૂમ, ગીત ગાતા જોવા મળ્યા અભિનેતા

Megha

Last Updated: 12:16 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગના બીજા દિવસે અક્ષય કુમારે સફેદ કુર્તા પહેરીને અદભૂત પરફોર્મન્સ આપ્યું હતું. હાલ ખેલાડી કુમારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય સુપર ગ્રાન્ડ પ્રિ-વેડિંગ બેશ ચાલી રહી છે. પ્રી-વેડિંગ બેશના બીજા દિવસે સ્ટાર્સે પણ સારો સમય પસાર કર્યો હતો. બોલિવૂડ-હોલીવુડ સ્ટાર્સની સાથે સાથે વિશ્વભરની જાણીતી હસ્તીઓ પણ હાલમાં જામનગરમાં હાજર છે. જ્યાંથી અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે.  

એવામાં હવે પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનો બીજા દિવસની અદભૂત ક્ષણોમાંની એક અક્ષય કુમારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બીજા દિવસે માત્ર શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જ નહીં પરંતુ બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારે પણ અનંત-રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં ભાગ લીધો હતો. હાલ વાયરલ થયેલ વિડીયોમાં ખેલાડી કુમાર ગુર નાલ ઈશ્ક મીઠા ગીત ગાતો જોવા મળી રહ્યો છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત દરમિયાન અક્ષય કુમારે સફેદ કુર્તા પહેરીને અદભૂત પરફોર્મન્સ આપ્યું હતું. ખેલાડીએ પંજાબી ગીત ગુડ નાલ ઇશ્ક મીઠા ગાયું હતું. જ્યારે તે લોકોની વચ્ચે સ્ટેજ પરથી નીચે આવ્યો હતો અને બધા વચ્ચે પર્ફોમન્સ આપી રહ્યો હતો. અક્ષય કુમારે ત્યાં હજાર લોકોને મંત્રમુગ્ધ કરવા માટે પોતાની એનર્જીના જાદુનો ઉપયોગ કર્યો હતો. અક્ષય કુમારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેની એનર્જીને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો કહી રહ્યા છે કે આ ઉંમરે પણ અક્ષય કુમાર કેટલો ફિટ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Snehkumar Zala (@snehzala)

વિડીયોમાં જોઈ શકાય છે કે એ બાદ અંતમાં અક્ષય કુમાર નાચવા લાગ્યો હતો. એમને જોઇને અનંત અંબાણી અને તેમના માતા-પિતા, મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ એમની જગ્યા પરથી ઉભા થઈને નાચવા લાગ્યા હતા. 

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. આ ઉજવણીનો ભાગ બનવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા જેમાં એમને એકસાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

વધુ વાંચો : ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને ટ્રમ્પના દેશી લુકે લૂંટી લાઈમલાઇટ, બોલિવૂડ સેલેબ્સે પણ ખેંચ્યું ધ્યાન: જુઓ ગરબા નાઈટની તસવીરો

એ બાદ મ્યુઝિક નાઈટમાં દિલજીત દોસાંઝ પણ તેના ચાર્ટબસ્ટર ગીતો પર પરફોર્મ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પ્રેગ્નન્સીની જાહેરાત બાદ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ પણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં ગરબા કરતા જોવા મળ્યા હતા. પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ