બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Ajit Pawar NCP join BJP:Like Uddhav Thackeray will the NCP go out of Sharad Pawar's hands? 35 MLAs joined BJP

રાજકારણ / ઉદ્ધવ ઠાકરેની જેમ હવે શરદ પવારના હાથમાંથી જશે પાર્ટી? 'દાદા' દગો આપે અને 35 ધારાસભ્યો BJPમાં જાય તેવી ચર્ચાઓ તેજ

Megha

Last Updated: 12:40 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિત પવારે પોતે આ વાત પર સ્પષ્ટતા કરી હતી કે નવા રાજકીય સમીકરણની માત્ર ચર્ચા થઈ રહી છે અને તેમાં કોઈ તથ્ય નથી હું પાયાવિહોણી વાતોનો જવાબ આપવા બંધાયેલો નથી'

  • NCP ના 35 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે
  • આ સમાચારે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની સ્થિતિ દર્શાવી
  • નવા રાજકીય સમીકરણની માત્ર ચર્ચા થઈ રહી છે -અજિત પવાર 
  • ભાજપ સાથે એકલા હાથે લડવું પડશે - ઉદ્ધવ ઠાકરે

Ajit Pawar NCP join BJP:: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ પાર્ટ 2 આવવાનો છે. હાલ એવી વાતો થઈ રહી છે કે અજિત પવાર NCPના 53 માંથી 35 સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. એવામાં જો સુપ્રીમ કોર્ટ એકનાથ શિંદે સહિત શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે તો સરકાર પડે તે પહેલા જ અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યોની યાદી સાથે રાજ્યપાલ પાસે પહોંચી જશે. વાત એમ છે કે 'ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ'માં આ અહેવાલ છાપવામાં આવ્યો હતો અને એ બાદથી આ સમાચારે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની સ્થિતિ દર્શાવી છે. 

નવા રાજકીય સમીકરણની માત્ર ચર્ચા થઈ રહી છે
જો કે અજિત પવારે પોતે આ વાત પર સ્પષ્ટતા કરી હતી કે નવા રાજકીય સમીકરણની માત્ર ચર્ચા થઈ રહી છે અને તેમાં કોઈ તથ્ય નથી.' આ વિશે જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું હતું કે હું પાયાવિહોણી વાતોનો જવાબ આપવા બંધાયેલો નથી. પણ તેનાથી વિરુદ્ધ અજિત પવારના સમર્થક ધારાસભ્ય અન્ના બન્સોડે, શેખર નિકમ સહિત ત્રણ ધારાસભ્યોએ સ્પષ્ટ કર્યું હતું કે જો અજિત પવાર એ નિર્ણય કરશે તો તેઓ તેમની સાથે જવા તૈયાર છે.

જો કે આ બધા વચ્ચે અજિત પવારના કટ્ટર સમર્થક કહેવાતા ધનંજય મુંડેએ અને તેના સિવાય દેવેન્દ્ર ભુયારના બંને ફોન નહતા લાગી રહ્યા એ વાત નકારી કાઢી છે. આજે ધનંજય મુંડે અજિત પવારને મળવા પહોંચ્યા હતા અને એ સાથે જ ધારાસભ્યો શેખર નિકમ અને ધર્મરાવબા આત્રામ અજિત પવારને મળવા જઈ રહ્યા છે. હવે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે અજિત પવાર આજે સાંજે NCPની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપશે.

ભાજપ સાથે એકલા હાથે લડવું પડશે - ઉદ્ધવ ઠાકરે
આ સાથે જ સૂત્રો એ જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના ખૂબ મોટા નેતા સાથેની ખાનગી વાતચીતમાં કહ્યું છે કે લાગે છે કે એમને ભાજપ સાથે એકલા હાથે લડવું પડશે. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનની ચર્ચા થઈ રહી છે.

જેમ વરસાદનો કોઈ ભરોસો નથી એમ રાજકારણનો કોઈ ભરોસો નથી
આ સાથે જ શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે કહ્યું હતું કે, 'જો અજિત પવાર અમારી સાથે આવશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે. આજકાલ જેમ વરસાદનો કોઈ ભરોસો નથી તેવી જ રીતે રાજકારણનો પણ કોઈ ભરોસો નથી.  એટલે હહું આ સમાચારને નકારી રહ્યો નથી પણ જ્યાં સુધી અજિત પવાર અને શરદ પવાર વચ્ચે આ વાતચીત કે વિવાદ ચાલે છે ત્યાં સુધી તેના પર ટિપ્પણી કરવી મુશ્કેલ છે? 

આ સિવાય શિંદેના શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે કહ્યું કે અજિત પવાર ભલે ભાજપમાં જોડાય પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જ રહેશે. જો કે આ મુદ્દે  પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું કે આ સમાચાર પાયાવિહોણા ગણાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ