બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Ajit my nephew, meeting with him not secret: Sharad Pawar; 'Some persuading me'

મહારાષ્ટ્ર રાજનીતિ / નક્કી મોટું બનશે ! શરદ પવાર-અજિતની ગુપ્ત મુલાકાતનો મામલો ચગતાં સામે આવ્યો મોટો ખુલાસો, બધા બોલ્યાં

Hiralal

Last Updated: 08:11 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરદ-અજિત પવારની ગુપ્ત મુલાકાત પર બધાએ હાથ અધ્ધર કરી લીધા છે પરંતુ રાજકીય નિષ્ણાંતોનો મત છે ગુપ્ત મુલાકાત ઘણું બધું કહી જાય છે.

  • મહારાષ્ટ્રમાં શરદ-અજિત પવારની ગુપ્ત મુલાકાત પર બધાએ હાથ ખંખેર્યાં
  • ખુદ શરદ પવાર બોલ્યાં- ભત્રીજાને મળવામાં ખોટું શું, પરિવારનો સભ્ય છે
  • ભાજપ-એનસીપીએ મગનું નામ મરી ન પાડ્યું  

મહારાષ્ટ્રમાં થોડા સમય પહેલા એનસીપીમાંથી બળવો કરીને શિંદે-ભાજપ સરકારમાં જોડાઈ જનાર અજિત પવાર અને શરદ પવાર વચ્ચે મુંબઈમાં એક ઉદ્યોગપતિના બંગલે ગુપ્ત મુલાકાત થઈ હતી જેને લઈને હવે આજે ખુલાસો થયો છે તેઓ કેમ મળ્યાં હતા અને તેમની ગુપ્ત મુલાકાત પાછળ શું હેતું હતો.  

શું બોલ્યાં શરદ પવાર 
શરદ પવારે રવિવારે કહ્યું કે આ કોઈ ગુપ્ત બેઠક નથી. "ભત્રીજાને મળવામાં શું ખોટું છે? પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યને પરિવારના અન્ય સભ્યને મળવું હોય તો સમસ્યા શું છે? પવારે સોલાપુરમાં કહ્યું, "તે મારો ભત્રીજો છે અને હું પરિવારનો સૌથી વરિષ્ઠ સભ્ય છું. શરદ પવારે રવિવારે કહ્યું કે તેમની પાર્ટી ભાજપ સાથે નહીં જાય. જોકે કેટલાક 'શુભેચ્છકો' તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. "એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, હું સ્પષ્ટ કરી રહ્યો છું કે મારી પાર્ટી ભાજપ સાથે નહીં જાય. ભારતીય જનતા પાર્ટી સાથેનો કોઈપણ સંબંધ એનસીપીની રાજકીય નીતિમાં બંધબેસતો નથી. અમારામાંથી કેટલાક (અજિત પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથે) અલગ વલણ અપનાવ્યું છે. આપણા કેટલાક શુભેચ્છકો એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આપણા વલણમાં કોઈ ફેરફાર થઈ શકે છે. તેથી જ તેઓ અમારી સાથે સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.  લોકો રાજ્યની કમાન મહા વિકાસ અઘાડીને સોંપશે - જેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), એનસીપી (શરદ પવાર જૂથ) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. 

સ્ટેટ એનસીપી ચીફ શું બોલ્યાં 
રાજ્ય એનસીપી ચીફ જયંત પાટિલે કહ્યું હતું કે,શરદ પવાર અને અજિત પવાર વચ્ચે શું થયું તે અંગે તેઓ જાણતા નથી. આ કોઈ ખાનગી બેઠક નથી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેમને આવી કોઈ બેઠકની જાણ નથી. 

 શનિવારે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ગુપ્ત બેઠક

શનિવારે એનસીપી પ્રમુખ શરદ પવાર અને પાર્ટીના બાગી નેતા અજિત પવાર વચ્ચે ગુપ્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગપતિ અતુલ ચોરડિયાની મહત્વની ભૂમિકા રહી હતી અને આ બેઠક તેમના બંગલે યોજાઈ હતી. આ બેઠકમાં કાકા-ભત્રીજા વચ્ચે શું વાત થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર અને અજિત વચ્ચેની આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. 

કાકા-ભત્રીજાની મુલાકાત બાદ રાજનીતિમાં જાતજાતની ચર્ચાઓ 
કાકા-ભત્રીજા વચ્ચેની આ મુલાકાત બાદ રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય શિરસાતે કહ્યું કે શરદ પવાર 2024 માં પીએમ મોદીને ટેકો આપી શકે છે.

ગત મહિને અજિત પવારે કર્યો હતો બળવો 
ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવવા જેવો ઘાટ થયો હતો જ્યારે અજિત પવારે બળવો કર્યો હતો. તેમણે એનસીપીના ઘણા દિગ્ગજ ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની શિંદે સરકાર સાથે હાથ મિલાવ્યા હતા. આ પછી અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા અને બીજા ઘણા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ