બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 05:43 PM, 17 April 2023
ADVERTISEMENT
વાયૂ પ્રદૂષણ કેટલું ઘાતકી હોઈ શકે છે તે આ વાત સાથે સાબિત થાય છે. પ્રદૂષણ એ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંનું એક છે. તેના કારણે દરવર્ષે લગભગ 70 લાખ લોકોનું મોત થાય છે જેમાં 6 લાખ બાળકો પણ શામેલ હોય છે. આ રિપોર્ટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું છે . હવે એર પોલ્યુશન સાથે સંકળાયેલ વધુ એક જોખમ સામે આવ્યું છે. સ્ટડી અનુસાર કોવિડ શરૂ થયા પહેલાથી જે લોકો એર પોલ્યૂશનનાં ઉચ્ચ સ્તરનાં સંપર્કમાં આવ્યાં હતાં તેમાં કોવિડ વેક્સીનથી બનતી એન્ટીબોડી ઓછી હતી.
MOST READ RESEARCH last week: Long-Term Exposure to Air Pollution and COVID-19 Vaccine Antibody Response in a General Population Cohort (COVICAT Study, Catalonia) ➡️ https://t.co/MnYBhBioES @ISGLOBALorg @UPFBarcelona @CIBER_ESP @IMIM_research @KogevinasM @cathryn_tonne pic.twitter.com/ThpwVh7jqf
— Environmental Health Perspectives (@EHPonline) April 10, 2023
ADVERTISEMENT
927 લોકો પર કરવામાં આવ્યું રિસર્ચ
એક રિપોર્ટ અનુસાર આ વિષય પર શોધખોળ કરનારી ટીમે 40થી 65 વર્ષનાં 927 લોકો પાસેથી મળેલા ડેટાનું વિશ્લેષણ કર્યું. તેમણે આ લોકોનું બ્લડ સેમ્પલ લીધું. આ બ્લડ સેંપલ 2020માં ગરમીનાં દિવસોથી લઈને 2021માં વસંતનાં દિવસો સુધીનાં લેવામાં આવ્યાં હતાં. આ તમામ લોકોમાં કેટલાકે વેક્સિનનો એક ડોઝ તો અન્યોએ વેક્સિનનાં 2 ડોઝ લીધાં હતાં. આ લોકો સ્પેઈનનાં રહેવાસી હતાં જેમને એસ્ટરજેનેકા, ફાઈઝર અને મોડર્ના વેકિસનનાં ડોઝ લીધાં હતાં.
વાયુ પ્રદૂષણ ક્રોનિક સોજાને પેદા કરી શકે છે - ડો.રિતેશ શાહ
મુંબઈની ભાટિયા હોસ્પિટલનાં સીનિયર કંસલ્ટંટ ફિઝિશિયન ડો. રિતેશ શાહનું કહેવું છે કે વાયુ પ્રદૂષણ ક્રોનિક સોજાને પેદા કરી શકે છે જે વેક્સિનનાં પ્રભાવ પર નકારાત્મક અસર કરે છે. મહામારીથી પહેલાં વાયુ પ્રદૂષણનાં ઉચ્ચ સ્તરનાં સંપર્કમાં આવનારાં લોકોમાં કોવિડ-19 ની વેક્સિનની સામે એન્ટીબોડી બનાવવાની અસરને ઓછી કરે છે. તેમણે કહ્યું કે વાયુ પ્રદૂષણની ટી હેલ્પર લિમ્ફોસાઈટ્સ ટાઈપ 2 અને ટી હેલ્પર લિમ્ફઓસાઈટ્સ ટાઈપ 17 જેવા ઈમ્યૂન રિસ્પોન્સને વધારે છે જેના લીધે એલર્જી અને અસ્થમા જોવા મળે છે. એટલું જ નહીં આ બંને તત્વો એન્ટીવાયરલ ઈમ્યુન રિસ્પોન્સને બગાડવા માટે પણ કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.