બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Air India Express flight to Kolkata will be stopped from Sunday

સુરત / વિમાનમાં અહીં ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હોવ તો વાંચી લેજો! ચાર મહિના બંધ રહેશે આ ફ્લાઇટ

Kishor

Last Updated: 07:24 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરને કારણે વધુ એક ફ્લાઇટ બંધ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.જેને લઈને હવે એર ઇન્ડિયાની સુરત કોલકત્તાની ફ્લાઈટ રવિવારથી બંધ કરી દેવાશે.

  • એર ઈન્ડિયાની કોલકત્તાની ફ્લાઈટ બંધ 
  • એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરને કારણે બંધ
  • આગામી ત્રણ-ચાર મહિનામાં ફરી શરૂ થવાની શક્યતા

એર ઈન્ડિયા દ્વારા વધુ એક ફ્લાઇટ અંગે શટર પાડી દેવામાં આવ્યું છે.જેમાં એર ઈન્ડિયાની સુરત કોલકત્તાની ફ્લાઈટ રવિવારથી બંધ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરને કારણે આ નિર્ણય  લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે ઇન્ટરનેશનલ ક્ષેત્રે એર ઇન્ડિયા અને વિસ્તારા ફ્લાઇટ ઓપરેટ થાય છે જ્યારે ડોમેસ્ટિક ક્ષેત્રે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એર એશિયા ઓપરેટ થાય છે. આ ચારેય કંપની મર્જ થતાં ફ્લાઇટના ઓપરેટિંગ માટે પ્લાનિંગ થશે. ત્યારબાદ આગામી ત્રણ-ચાર મહિના પછી ફરી ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

જાન્યુઆરી 2022માં ટાટાએ એર ઈન્ડીયાને ખરીદી હતી 
ટાટા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવીને એર ઈન્ડિયાને ખરીદી હતી. જે બાદ 27 જાન્યુઆરી 2022ના રોજ એર ઇન્ડિયાને ટાટાને સોંપવામાં આવી હતી. એર ઇન્ડિયાના અધિગ્રહણ પહેલા ટાટાની બે એરલાઇન બ્રાન્ડ વિસ્તારા અને એરએશિયા હતી. પરંતુ એર ઇન્ડિયાના અધિગ્રહણ બાદ ટાટાને એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ બ્રાન્ડ પણ મળી ગઇ.

કઈ એરલાઈન્સમાં કેટલી ક્ષમતા 
એર ઇન્ડિયાના કાફલામાં 113 વિમાન, વિસ્તારાના કાફલામાં 54 વિમાન છે. એર ઇન્ડિયામાં બાસ બોઇંગ અને એરબસના 11 વેરિએન્ટ છે, જ્યારે વિસ્તારામાં માત્ર પાંચ વેરિએન્ટ છે. ભૂતકાળમાં ટાટા ગ્રૂપે એર ઇન્ડિયાના વિસ્તરણની યોજના જણાવી હતી. આ અંતર્ગત કાફલામાં ખૂબ જ જલ્દી 30 નવા વિમાનોનો ઉમેરો કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ