બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / AIIMS doctor reveals 11 disadvantages of drinking tea
Mahadev Dave
Last Updated: 04:26 PM, 22 January 2024
ADVERTISEMENT
ચા વગર તો દિવસની શરૂઆત કરવી મુશ્કેલ છે. આપણામાંથી મોટા ભાગના લોકો ચા વગર રહી શકતા નથી. પણ શું તમે જાણો છો કે આ ચા પીવાથી કેટલુ નુકસાન થાય છે. ચા પીવાથી આપણને એનર્જી મળે છે. પણ આ ચાની લત એક વખત લાગી જાય તો તે મુશ્કેલી ઉભી કરી દે છે. ઘણા જાણકારો તો ચા ને ધીમું ઝેર ગણે છે ત્યારે આજે અમે આપને જણાવીશું કે વધારે પડતી ચા પીવાથી આપણને શું નુકસાન થાય છે.. આ સાથે જ ખાલી પેટ ચા પીવાથી આપણને શું નુકસાન થાય છે તે જણાવીશું.
ADVERTISEMENT
ડિહાઈડ્રેશનની સમસ્યા
ખાલી પેટ ચા પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા વધવા લાગે છે. ચામાં એક એવુ તત્વ હોય છે કે જેના કારણે વારંવાર યુનિન આવે છે. જેના કારણે આપણા બોડિમાં પાણીની કમી ઉભી થાય છે. જેથી જો તમે વધુ ચા પીતા હોય તો તમારે પાણી પણ વધારે પીવુ જોઈએ.
અલ્સર
વધારે પડતી ચા પીવાથી હાર્ટ બર્નની સમસ્યા થાય છે. ચા પીવાથી છાતીમાં બળતરા અને ગેસની તકલીફ થાય છે.જો તે લાંબ સમય સુધી ચાલે તો તે અલ્સરનું રૂપ ધારણ કરે છે.
મેટોબોલિઝ્મ પર અસર
જો ખાલી પેટ ચા પીવામાં આવે તો તે આપણા શરીરના મેટાબોલિઝમ પર અસર કરે છે અને આપણી પાચનક્રિયાને ખરાબ કરે છે. જેના કારણે શારીરિક વિકાસ પ્રભાવિત થાય છે. જેથી ચા ઓછી પીવી જોઈએ.
દાંતની સમસ્યા
વધારે ચા પીવાથી દાંત સાથે જોડાયેલી તકલીફો શરૂ થાય છે. સાથે જ દાંત પીળા પડવા લાગે છે અને કેવેટી જેવી સમસ્યા ઉદભવે છે.
પાણીની ઉણપ
વધારે ચા પીવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. ચામાં કેફીન પદાર્થ હોય છે જે ધીમે ધીમે શરીરમાંથી પાણીને સોશી લે છે. જેના કારણે પાણીની ઉણપ શરીરમાં થાય છે.
વધુ વાંચો:શિયાળામાં 100 ગ્રામ લીલા ચણા ઈમ્યુનિટી બુસ્ટર સાબિત થશે, જાણો આ સુપરફૂડના 5 ગજબના ફાયદા
કોણે ચા ન પીવી જોઈએ
ચા ગર્ભાવસ્થા દરમિયાન બિલકુલ ન પીવી જોઈએ. આ સાથે જ જે લોકોની હાર્ટની દવા ચાલુ છે અથવા તો પિમ્પલ જેવી સમસ્યા છે તેઓએ ચા ન પીવી જોઈએ નહીં તો આગળ જતા નુકસાન થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.