બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / AIIMS Director Dr Randeep Guleria lists two main reasons for massive surge in COVID-19 cases in India

મહામારી / દેશના સર્વોચ્ચ નિષ્ણાતનું નિવેદન : ચૂંટણી અને ધાર્મિક તહેવારોએ પરિસ્થિતિ બગાડી, હજુ પણ સમય છે નહીંતર...

Hiralal

Last Updated: 04:59 PM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે ચૂંટણી અને ધાર્મિક તહેવારોને કારણે દેશમાં કોરોનાના કેસો વધ્યા છે.

  • લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન બંધ કરી દીધું
  • જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોનાએ સ્વરુપ બદલી નાખ્યું
  • આ સમયે કોરોના વધારે ચેપી બન્યો

ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રસીકરણ શરુ થયા પછી કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો અને લોકોએ કોરોના ગાઈડલાઈન અનુસાર વ્યવહાર કરવાનું બંધ કરી દીધું. આ જ સમયે વાયરસે તેનું સ્વરુપ બદલી નાખ્યું અને વધારે ચેપી બની ગયો.તેમણે કહ્યું કે લોકોએ બેદરકાર બન્યાં છે. લોકોએ સમજ્યું કે હવે કોરોના ગયો છે તેથી તેઓ કોવિડની ગાઈડલાઈનનો ભંગ કરવા લાગ્યો પરિણામસ્વરપ કોરોનાની બીજી લહેર આવી. આપણે જેમ બને તેમ વહેલી તકે કોરોના પર કાબુ મેળવો લેવો પડશે.ગુલેરિયાએ જણાવ્યું કે હજુ પણ આપણી પાસે સમય છે નહીતર પરિસ્થિતિ હાથમાંથી સરકી જશે. 

જેમ બને તેમ વહેલું કોરોના પર કાબૂ મેળવી લેવો પડશે

ગુલેરિયાએ જણાવ્યું કે સંક્રમણના કેસો વધવાને કારણે આરોગ્ય વ્યવસ્થા પર ઘણું દબાણ આવ્યું છે. આપણે આપણી હોસ્પિટલોના બેડની સંખ્યા વધારવી પડશે અને વધી રહેલા કેસોને પહોંચી વળવા સંસાધનો વધારવા પડશે. આપણે જેમ બને તેમ વહેલું કોરોના પર કાબૂ મેળવી લેવો પડશે.

લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે 

હાલના સમયે દેશમાં ઘણી ધાર્મિક ગતિવિધિઓ ચાલી રહી છે અને વિધાનસભાની ચૂંટણી પણ ચાલી રહી છે. આપણે સમજવું પડશે કે લોકોના જીવન કિંમતી છે. આપણે બીજી ચીજોને એક મર્યાદિત સમયમાં લાગુ પાડી શકીે છીએ જેનાથી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે અને લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. 

વેક્સિન લેવાથી થશે આ મોટો ફાયદો 

ગુલેરિયાએ કહ્યું કે કોઈ પણ વેક્સિન 100 ટકા સુરક્ષા આપી શકતી નથી. બની શકે કે વેક્સિન લીધા બાદ પણ કોરોનાનો ચેપ લાગી શકે. પરંતુ વેક્સિન લીધા પછી શરીરમાં રહેલી એન્ટીબોડી વાયરસની સામે રક્ષણ આપી શકે છે અને વ્યક્તિની હાલત ગંભીર થતા અટકાવી શકે છે. 

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,729 નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,729 નવા કેસ નોંધાયા છે અને ઉત્તરપ્રદેશમાં 27,360 નવા કેસ. દિલ્હીમાં 19,486 નવા કેસ નોંધાયા છે. જ્યારે છત્તીસગઢમાં 14,912 નવા કેસ અને કર્ણાટકમાં 14,859 નવા કેસ નોંધાયા છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો ગુજરાતમાં 8920 નવા કેસ નોંધાયા અને 94 દર્દીઓના મોત થયા છે.દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 2,34,692 નવા કેસ નોંધાયા છે અને 1341 લોકોના મોત થયા છે. જ્યારે નવા 1,23,354 દર્દીઓ સાજા થયા છે. આમ, દેશમાં કુલ કેસ 1,45,26,609 પર પહોંચ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,26,71,220 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ 16,79,740  એક્ટિવ કેસ છે અને 1,75,649 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કુલ 11,99,37,641 વેક્સિનના ડોઝ અપાઇ ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ