બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites will get a big gift before the Lok Sabha elections

આવાસ યોજના / લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદીઓને મળશે મોટી ભેટ: કરાશે કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ, PM પણ જોડાશે

Vishal Khamar

Last Updated: 03:34 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લોકસભા ચૂંટણી પહેલા કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સ માધ્યમથી પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. ગુજરાતની તમામ 182 વિધાનસભામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

  • અમદાવાદમાં લોકસભા ચૂંટણી પહેલાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટોનું લોકાર્પણ 
  • પીએમ મોદી વિડિયો કોન્ફરન્સ માધ્યમથી પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે
  • ગુજરાતની તમામ 182 વિધાનસભામાં કાર્યક્રમનું આયોજન

 રાજકીય પક્ષો દ્વારા લોકસભા 2024 ને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરી છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટોનું લોકાર્પણ હાથ ધરવામાં આવનાર છે. તેમજ વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ માધ્યમતી પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. 

ધારાસભ્યો પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ કેન્દ્રો પરથી જોડાશે
લોકસભા 2024 ને હવે ગણતરીનાં દિવસો બાકી છે. આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ગુજરાત રાજ્યમાં લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યોનું રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે આયોજન કર્યું છે.  10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી કુલ 2993 કરોડના 1,31,545 આવાસ યોજનાના મકાનોનું  લોકાર્પણ અને ખાત મુર્હત કરશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ કેન્દ્રો પરથી જોડાશે.

વધુ વાંચોઃ 'અમને ચા પીવડાવશો' કહીને મદારીઓએ લાખોના દાગીના પડાવી લીધા, કાલોલમાં વિધિના નામે ઠગાઇ કરતી ગેંગ સક્રિય

અમદાવાદમાં ક્યાં ક્યાં યોજાશે લોકાર્પણ કાર્યક્રમ
તા. 10 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન 182 વિધાનસભામાં કુલ 2993 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.  જેમાં 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદમાં ઈન્દ્રપુરી, લાલ દરવાજા, દુધેશ્વર, દાણીલીમડા, બાપુનગર, સાબરમતી, વિરાટ નગર, અસારવા, ઈસનપુર, સરસપુર, વાસણા, ગોતા, સરખેજ, રાણીપ, વટવા, સરદારનગરમાં ઈ-લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ