બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad was shaken on July 26, 13 years ago, The city was shaken by the serial blasts

વરસી / PHOTOS : અમદાવાદની એ ગોઝારી ઘટનાને થયા 13 વર્ષ, સીરિયલ બ્લાસ્ટથી શહેર હચમચી ઉઠ્યું હતું

Kiran

Last Updated: 02:03 PM, 26 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 જુલાઈ 2008નો દિવસ અમદાવાદ માટે સૌથી ભયંકર દિવસ હતો. આજથી 13 વર્ષ પહેલા અમદાવાદમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા

  • અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના 13 વર્ષ પુરા 
  • 13 વર્ષ પહેલા 26 જુલાઈએ હચમચી ઉઠ્યું હતું અમદાવાદ 
  • 70 મિનિટમાં થયા હતા 21 બ્લાસ્ટ 

26 જુલાઈ 2008નો દિવસ અમદાવાદ માટે સૌથી ભયંકર દિવસ હતો. આજથી 13 વર્ષ પહેલા અમદાવાદમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેના કારણે આખું અમદાવાદ હચમચી ઉઠ્યું હતું. તે દિવસે સાંજના સમયે અમદાવાદીઓએ કલ્પના પણ નહી કરી હોય કે તેમને આવો પણ દિવસ જોવો પડશે. 

70 મિનિટ  સુધી બ્લાસ્ટ 

સતત 70 મીનીટ સુધી થયેલા બ્લાસ્ટને કારણે અમદાવાદના લોકો ચારેય બાજુ દોડતા થઈ ગયા હતા. સૌ કોઈને તે સમયે પોતાનો જીવ બચાવા ઘર તરફ દોટ મુકી હતી. 70 મીનીટમાં 21 જેટલા બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 


 

સિવિલ હોસ્પિટલમાં 2 બ્લાસ્ટ 

આતંકવાદીઓએ એટલી પ્લાનીંગ સાથે હુમલો કર્યો કે તેમણે ઘાયલોને પણ નહોતા છોડ્યા. બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલ લોકોને જ્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ 2 વખત બોમ્બ બ્લાસ્ટ થયા જેના કારણે હોસ્પિટલ તંત્ર પણ દોડતું થઈ ગયું હતુ.



રસ્તા પર મૃતદેહો 

હોસ્પિટલમાં બ્લાસ્ટ થવાને કારણે જે ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમજ જે પણ લોકો હોસ્પિટલમાં પહેલાથી દાખલ હતા. તેમના પણ મોત થયા હતા 13 વર્ષ પહેલા 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદની હાલત સાંજના સમયે એવી હતી કે ઘણા વિસ્તારોમાં રસ્તા પર મૃતદેહો પડ્યા હતા. પોલીસ સહિત તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. 



 

કુલ 56 લોકોના મોત 

બોમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોના મોત થયા હતા. આતંકીઓએ શહેરની બસોને પણ ટાર્ગેટ કરી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોનું પણ મોત થયું. આ સિવાય શહેરના મણિનગર વિસ્તારમાંથી પણ બે જીવતા બોમ્બ મળી આવ્યા હતા. ઉપરાંત એક દિવસ પહેલા શહેરના હાટકેશ્વર વિસ્તારમાંથી પણ એક બોમ્બ મળી આવ્યો હતો જેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો.

 

 

કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા 

ઉલ્લેખનીય છે કે આજે પણ જ્યારે 2008ની 26 જુલાઈની વાત કરવામાં આવે ત્યારે અમદાવાદ આખું ધ્રુજી ઉઠે છે. કેટલાય લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. 26 જુલાઈનો એ ગોઝારો દિવસ એ લોકો માટે પણ ઘણો દુખ દાયક છે કે જે લોકો આ ઘટનાનો ભોગ બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ