બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Jagannath mandir cm rupani Worship rathyatra coronavirus gujarat

રથયાત્રા / પુરીની જેમ શરતોને આધીન અમદાવાદમાં રથયાત્રા નીકળે તેવી મંજૂરી HC પાસે અમે માંગીઃ CM રૂપાણી

Hiren

Last Updated: 10:16 PM, 22 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કહેરને ધ્યાને રાખીને આ વર્ષની 143મી રથયાત્રાની પરંપરામાં ફેરફાર કરાયો છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નિકળવાના નથી, આ વર્ષે માત્ર મંદિરના પ્રાંગણમાં જ જગન્નાથ યાત્રા કરશે. જોકે આ અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા

  • ભગવાન જગન્નાથજીની આરતી બાદ CM રૂપાણીએ બેઠક કરી હતી
  • બેઠકમાં મેયર, ગૃહ રાજ્યમંત્રી અને મંદિરના ટ્રસ્ટી-મહંત સહિતના લોકો હાજર રહ્યા
  • હાઈકોર્ટ પાબંદીઓ સાથે રથયાત્રાને મંજૂરી આપે તેવી શક્યતાઃ મહેન્દ્ર ઝા

ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી કરવા CM રૂપાણી પરિવાર સાથે પહોંચ્યા હતા. અહીં મંદિરના ટ્રસ્ટીઓ-મહંતો સહિતના લોકો પણ જોડાયા હતા. આ અગાઉ મંદિરમાં ભગવાનના ત્રણેય રથોની પૂજન વિધિ કરવામાં આવી હતી. જેમાં મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જોડાયા હતા.

ભગવાન જગન્નાથજીની આરતી બાદ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ CM રૂપાણી મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, મેયર બિજલ પટેલ, રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મંદિરના ટ્રસ્ટ-મહંત હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, રથયાત્રા મુદ્દે હાઇકોર્ટમાં ઓનલાઇન સુનવણી ચાલી રહી છે. ત્યારે સરકાર અને મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે રથયાત્રાને મંજૂરી મળી શકે છે.

રથયાત્રાની શરતી મંજૂરી માટે સરકાર કોર્ટને વિનંતી કરશેઃ CM રૂપાણી

બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ભગવાન જગન્નાથની આરતી અને દર્શનનો લાભ મળ્યો છે. SCએ ઓરિસ્સામાં કોરોનાના કારણે રથયાત્રા ન નીકળે એવો ઓર્ડર કર્યો હતો. આજે સર્વોચ્ચ અદાલતે શરતો સાથે યાત્રા કાઢવા મંજૂરી આપી હતી. ત્યારે ગુજરાત સરકાર કોર્ટમાં રજૂઆત કરશે. ઓરિસ્સાની જેમ અમદાવાદમાં પણ રથયાત્રાની પરંપરા છે. તેથી કોર્ટના રિસ્ટ્રિક્શન મૂજબ રથયાત્રાની મંજૂરી માટે રજૂઆત કરીશું. રથયાત્રાની શરતી મંજૂરી માટે સરકાર કોર્ટને વિનંતી કરશે. HC જે શરતો કહેશે તે મુજબ રથયાત્રાના આયોજનની તૈયારીઓ માટે સક્ષમ છીએ. આપણે રથયાત્રા કાઢી શકીયે તેવી શ્રદ્ધા છે. એડવોકેટ જનરલ હાલ કોર્ટમાં અરજી કરી રહ્યા છે.

હાઈકોર્ટ પાબંદીઓ સાથે રથયાત્રાને મંજૂરી આપે તેવી શક્યતાઃ મહેન્દ્ર ઝા

બેઠક બાદ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, આવતીકાલે સવારે 7 વાગ્યે રથયાત્રા પ્રસ્થાન કરશે. 143મી રથયાત્રા આવતીકાલે સવારે 7 વાગ્યે પ્રસ્થાન કરશે. રૂટમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામા આવશે નહીં. રથયાત્રા નિયત રૂટ પર જ નિકળશે. ભક્તોને વિનંતી છે કે દર્શન માટે બહાર ન નિકળે. હાઈકોર્ટ પાબંદીઓ સાથે રથયાત્રાને મંજૂરી આપે તેવી શક્યતા છે. સરકાર જનતા કર્ફ્યૂ આપે તો તેનુ પાલન કરજો. સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. ભગવાનની મંગળા આરતીમાં અમિત શાહ હાજર રહેશે.

જગન્નાથપુરીમાં યોજાતી જગન્નાથજીની રથાયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. ત્યારે અમદાવાદમાં પણ વર્ષોની પરંપરા જળવાય રહે અને નિયમોના પાલન સાથે રથયાત્રા નીકળે તેવું જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી ઈચ્છી રહ્યા છે. આ ઉપરાંત અન્ય મહંતો અને આગેવાનોને પણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ રથયાત્રાની મંજૂરી આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ