બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad inaugurated Newly constructed Ghodasar Bridge connecting Cadila to Isanpur
Last Updated: 07:22 PM, 21 April 2024
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પૂર્વ વિસ્તારના લોકોને ટ્રાફિક અને હાલાકીનો સામનો નહી કરવો પડે કારણ કે, કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મુકાયો છે
ADVERTISEMENT
અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર માટે આનંદના સમાચાર, કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મૂકાયો,ઘોડાસર, નારોલ અને નરોડા જતાં લોકોને થશે ફાયદો, લોડિંગ ટેસ્ટ બાદ સત્તાવાર રીતે ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકાયો, આચારસંહિતાના કારણે ઉદ્ઘાટન ન કરી પ્રજા માટે ઓવરબ્રિજ ખુલ્લો… pic.twitter.com/NDWCJdc2Mp
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 21, 2024
ADVERTISEMENT
શહેરના પૂર્વ વિસ્તાર માટે રાહતના સમાચાર
ઘોડાસર, નારોલ અને નરોડાના લોકો માટે રાહતની વાત છે કે, નાગરિકો માટે નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મુકાયો છે. કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મૂકાતા પ્રજાએ ટ્રાફિકની સમસ્યાથી હાશકારો અનુભવ્યો છે. અત્રે જણાવીએ કે, લોડિંગ ટેસ્ટ બાદ સત્તાવાર રીતે ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકાયો છે. આચારસંહિતાના કારણે ઉદ્ઘાટન ન કરી પ્રજા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. ઉલ્લેખનીય છે કે, ઘોડાસર બ્રિજ શરૂ થતાં હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત
ઈંધણ તેમજ સમયની બચત થશે
અંદાજે રૂપિયા 62 કરોડના ખર્ચે ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. જે જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ઈંધણ અને સમય બંન્નેની બચત થશે. ઘોડાસર બ્રિજ બનવાના કારણે 2.50 લાખ જેટલા વાહન ચાલકોને ફાયદો થશે અને ઈંધણ તેમજ સમયની બચત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ / VIDEO : અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!
Dinesh Chaudhary
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
22 એપ્રિલ / આજે વિશ્વ પૃથ્વી દિવસ, પર્યાવરણના જતન માટે ભારતનું આ વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.