બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad Cruise Come Floating Restaurant Project at Sabarmati Riverfront

અમદાવાદ / રિવરફ્રન્ટ પર સી પ્લેન, અટલ બ્રિજ બાદ વધુ એક નવું આકર્ષણ, ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની માણી શકશો મોજ, જુઓ PHOTOS

Kishor

Last Updated: 10:09 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ-2011માં ટેન્ડરિંગ પ્રક્રિયા થયા બાદ અમુક સમસ્યાને કારણે અટકી પડેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટના ફરી શ્રી ગણેશ થઈ રહ્યા છે. જે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ શકે છે.

  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
  • એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
  • વર્ષ-2011માં ટેન્ડરિંગ પ્રક્રિયા કેન્સલ થયા બાદ પ્રોજેક્ટ ચડ્યો હતો ખોરંભે

અમદાવાદના વિકાસને ચાર ચાંદ લગાવવામાં રિવરફ્રન્ટનું યશસ્વી યોગદાન રહ્યું છે. ફાળો મહત્વનો રહ્યો છે. રિવરફ્રન્ટ ખાતે એકબાદ એક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો અને આયોજનો થઈ રહ્યા છે. સી પ્લેન, અટલ બ્રિજ બાદ વધુ એક નઝરાણા અંગે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે જેના માટે ક્રૂઝની બોડી બનાવવાનું કામ આરંભી દેવામાં આવ્યુ છે. આ ક્રૂઝ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી લોકોને રિવરફ્રન્ટમાં સફર કરતુ જોવા મળશે.

આ ક્રૂઝમાં 2 માળ બનાવવામાં આવશે

મહત્વનું છે કે આ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે વર્ષ 2011 ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી જે કોઇ કારણસર રદ્દ થતા ફરી નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હવે પીરાણા રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝની બોડી બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે.વાસણા બેરેજ ખાતે ક્રૂઝની બોડી તૈયાર કરવામાં આવી રહીં છે. ક્રૂઝની બોડી તૈયાર થતા નદીમાં ઉતારાયા બાદ ઈન્ટિરિયર ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.


તાજેતરમાં થયેલા ટેન્ડરિંગ બાદ ક્રૂઝની બોડી કરાઈ રહીં છે તૈયાર

સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચે આ ક્રુઝ સફર કરશે. જેનો રૂટ દોઢ કલાકનો રહેશે. વધુમાં 2 માળ બનાવવામાં આવશે. ઉપરાંત 150 જેટલા લોકોની ક્ષમતા ધરાવશે. 2 માળના ક્રુઝમાં પ્રથમ માળ AC વાળો હશે જ્યારે બીજા માળમાં ઓપન સ્પેશ રાખવામાં આવશે. વધુમાં ક્રૂઝમાં બર્થ-ડે, ડાન્સ, એનિવર્સરી, કોર્પોરેટ પાર્ટીનું આયોજન થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત ક્રૂઝમાં લાઇવ મ્યુઝિક, લાઇવ શો, વિવિધ પરર્ફોર્મ્સ પણ કરી શકાશે.આ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાનો વર્ક ઓર્ડર રિવરફ્રન્ટ કંપનીએ અક્ષર ટ્રાવેલ્સ કંપનીને આપ્યો છે. MOU મુજબ અક્ષર ટ્રાવેલ્સ રિવરફ્રન્ટ કંપનીને વાર્ષિક 45 લાખ રૂપિયા ચૂકવશે જ્યારે લોકો પાસેથી સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચેની દોઢ કલાકની સવારીનો કેટલો ચાર્જ વસુલવો તે અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ