બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Corporation took an important decision regarding the arrears of tax holders

નિર્ણય / AMCએ બાકી ટેક્સ ધારકોને આપી મોટી રાહત, આટલા ટકાની વ્યાજ માફી મળશે, છેલ્લી તારીખ પણ જાહેર

Vishal Khamar

Last Updated: 11:54 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક મળી હતી. જેમાં બાકી ટેક્સ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવાયો હતો. તેમજ કોમર્શિયલ ટેક્સ તેમજ રહેણાંક વ્યાજ માફીનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • અમદાવાદ કોર્પોરેશને બાકી ટેક્સ ધારકોને લઇને લીધો મહત્વનો નિર્ણય
  • કોમર્શિયલ મિલકત તેમજ રહેણાંક ટેક્સ ધારકોને લઇને લેવાયો નિર્ણય
  • ચાલુ વર્ષ સિવાય જે ટેક્સ ધારકોનો ટેક્સ બાકી હશે તેને વ્યાજ માફી મળશે

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રહેણાંક મિલકતમાં 75 ટકા જ્યારે કોમર્શિયલ મિલકતમાં 60 ટકા વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્ક્રીમ આવતીકાલથી એટલેકે 15 ફેબ્રુઆરી 2024 થી 31 માર્ચ 2024 સુધી જ આ સ્કીમ લાગુ પડશે. તેમજ જે પ્રોપર્ટી ટેક્સ ભરશે તેટલી જ તેમને રાહત આપવામાં આવશે. 

કાલથી 45 દિવસ સુધી પ્રોપર્ટી ધારકો માટે વ્યાજ માફીની સ્ક્રીમ અમલમાં મૂકવામાં આવશેઃ દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી)

આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો ઝડપી પ્રોપર્ટી ટેક્સ ભરે તેમજ અગાઉનો જે પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તે ટેક્સ ભરે તે માટે 15 ફેબ્રુઆરી એટલે કે કાલથી 45 દિવસ સુધી પ્રોપર્ટી ધારકો માટે વ્યાજ માફીની સ્ક્રીમ અમલમાં મૂકવામાં આવશે.  તેમજ રહેણાંક અને કોમર્શિયલ બંને મિલક્તો માટે અલગ અલગ ટકાવારી લાગુ કરવામાં આવેલ છે. 

વધુ વાંચોઃ બેકારીએ યુવકને બનાવ્યો ચોર! ફ્લેટની લોનનો માસિક હપ્તો ભરવા બાઈક ચોર્યું, એક ભૂલે પથારી ફેરવી

સીસીટીવીની દેખરેખ હેઠળ ગટરની સફાઈ થશે
તેમજ શહેરમાં છાશવારે ગટર ઉભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે હવેથી ગટરની સફાઈ  CCTV મારફતે કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં સીસીટીવી ડિસિલટિંગનો ડેટા સેન્ટ્રલાઈઝ કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. સીસીટીવી મારફતે હવે ધ્યાન રખાશે તે ગટરની યોગ્ય સફાઈ થઈ છે કે નહી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ