બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad City Police Commissioner's announcement considering the festivals

જાહેરનામું / ઓટો રીક્ષા, કેબ તેમજ ટેક્સીમાં આ નિયમનું પાલન ફરજીયાત, તહેવારોને ધ્યાને લેતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું

Vishal Khamar

Last Updated: 10:26 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી, દિવાળીનાં તહેવાર તેમજ તાજેતરમાં બનેલ ઘટનાઓને ધ્યાને રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં ફરતા રીક્ષા/કેબ/ ટેક્ષીનાં માલિકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા તહેવારોને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ
  • શહેરમાં ફરતા ઓટો રીક્ષા, કેબ તેમજ ટેક્સીમાં ફરજીયાત કરવું પડશે પાલન
  • પેસેન્જર વાહનોમાં વાહન નંબર, વાહન માલિકનું નામ, પોલીસ કંટ્રોલ રૂમનાં નંબર લખવા ફરજીયાત

 તાજેતરમાં સોલા વિસ્તારમાં રાત્રી દરમ્યાન ટેક્ષીમાં મુસાફરી કરી રહેલ રાહદારીને ધમકાવી લૂંટી લેવાનાં બનાવમાં 2 ટ્રાફિક પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે એક ટીઆરબી જવાનને બરતરફ કરાયો છે. તાજેતરમાં રીક્ષા/કેબ/ ટેક્ષીમાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેંતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઈલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લૂંટ, ધાડ, મહિલાઓ, બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બન્યા હતા. ત્યારે બનાવમાં નાગરીકો રીક્ષા/કેબ/ ટેક્ષીનાં નંબર જાણતા ન હોવાથી ગુન્હાઓ વણશોધાયેલ રહે છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

સીટની પાછળનાં ભાગે તમામ વિગતો લખેલી હોવી જોઈએ
અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ રીક્ષા/કેબ/ ટેક્ષીમાં મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટનાં પાછળનાં ભાગે વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટનાં પાછળનાં ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલનાં નંબરો અને હેલ્પલાઈન નંબરો ફરજીયાતપણે કાયમી ધોરણે લખાણ લખવું. 


જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
તેમજ રીક્ષા/કેબ/ ટેક્ષીનાં માલિકે વાહનમાં પેસેન્જરની બેસવાની જગ્યાએ સ્પષ્ટ દેખાય તે રીતે વાહન ચાલકની સીટનાં પાછળ લખવું ફરજીયાત છે. જે રીક્ષા/કેબ/ ટેક્ષીમાં સીટનાં માલિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે  ભારતીય ફોજદારી ધારા કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ