બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad blast case: Further hearing in court to be held on Monday

ન્યાયની લાંબી રાહ / અમદાવાદ બ્લાસ્ટ કેસ: સજાની સુનાવણી ફરી ટળી, સોમવારે ગુનેગારોના વકીલ વિશેષ અદાલત સમક્ષ રજૂ કરશે પક્ષ

Vishnu

Last Updated: 04:41 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસને લઈને સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યો, વધુ સુનાવણી સોમવારના રોજ હાથ ધરાશે

  • અમદાવાદમાં વર્ષ 2008નો સિરિયલ બ્લાસ્ટ કેસ
  • આજની સુનાવણી  વિશેષ અદાલતમાં પૂર્ણ
  • વધુ સુનાવણી સોમવારના રોજ હાથ ધરાશે
     

અમદાવાદમાં વર્ષ 2008નો સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજની સુનાવણી  વિશેષ અદાલતમાં પૂર્ણ થઈ છે.સજાનાં એલાન પર આજે કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યો. હવે વધુ સુનાવણી સોમવારના રોજ હાથ ધરાશે. જેમાં દોષિતોના વકીલ વિશેષ અદાલત સમક્ષ આરોપી તરફથી પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ કરશે. કોર્ટ હાલ તમામ પક્ષની રજૂઆત એક બાદ એક સાંભળી રહી છે જેના કારણે દોષિતોની સજાના એલાન પર હજુ વધુ સમય લાગી શકે છે. 

49 લોકો દોષિત હતા 
49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા...ત્યારે કોર્ટે બચાવ પક્ષને 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થયો છે.સાથે રાજ્ય સરકારે પણ દોષીને કડક સજા થાય તેવી માગ કરી છે..ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ 
9 ફેબ્રુઆરીએ આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ ૨૮   આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતને કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી.સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આરોપીના વકીલ તરફથી ત્રણ સપ્તાહના સમયની માંગ કરવામાં આવી હતી. જોકે સ્પેશિયલ કોર્ટે કેસના તથ્યોને જોતા તે નામંજૂર કરીને માત્ર 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો.

આરોપીઓ વિરુદ્ધ કઈ કલમ?
ઇન્ડિયન પીનલ કોડ 1860 ની કલમ 120(બી), 121(એ),   124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ   10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસના અધિકારીઓએ 4 મહિના સુધી પોતાના ઘરનો દરવાજો પણ નહોતો જોયો
આ કેસમાં અભય ચૂડાસમાની સાથે-સાથે મયુર ચાવડાની પણ ખુબ મહત્વપૂર્ણ કામગીરી રહી. ખાસ વાત તો એ છે કે, આ આતંકીઓને ઝડપવા માટે તપાસ અધિકારીઓની તમામ ટીમોએ 4 મહિના સુધી પોતાના ઘરનો દરવાજો પણ નહોતો જોયો. પરિવાર અને સંતાનોથી દૂર રહીને રાત દિવસ તપાસ કરી હતી. 

ભરૂચથી મળેલી એક કડીએ ઉકેલ્યો આખો કેસ 
આમ આ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અનેક મહિનાઓ રાત-દિવસ એક કરીને પોલીસે તમામ આતંકીઓને શોધી કાઢ્યા હતા.. આ કેસમાં અન્ય રાજ્યોની પણ લીંકો મળી હતી.. અને તે તમામ આતંકીઓ સુધી પણ પોલીસ પહોંચી હતી.. જેમાં ભરૂચમાંથી મળેલી એક કડીએ આખો ભેદ ઉકેલ્યો હતો. આજે આ કેસમાં આરોપીઓને સજા મળી ગઈ છે.. જે પોલીસની કામગીરીની જ   સફળતા છે જ.. સાથેજ 14 વર્ષે ન્યાયની રાહત જોતા પરિવારો માટે પણ ખુશીની લાગણી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ