બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad airport new run away work about to complete

પુન:નિર્માણ / અમદાવાદ એરપોર્ટ પર રન-વેનું કામ પવનની ગતિએ, મે મહિના પહેલા કામગીરી થઇ જશે પૂર્ણ, જાણો કેવો છે નવો રન-વે

Khyati

Last Updated: 03:03 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના રનવેની પુનઃ નિર્માણની કામગીરી અંતિમ તબક્કામાં, ટૂંક સમયમાં શરુ કરાશે નવો રન-વે

  • અમદાવાદ એરપોર્ટ પર રન વેનું પુનઃનિર્માણ કાર્ય પૂરજોશમાં 
  • મે મહિના પહેલા કામગીરી પૂર્ણ થવાની શકયતા
  • હાલમાં રન વેની  90 ટકા કામગીરી પૂર્ણ

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટના રન-વેનું પુન: નિર્માણનું કામ પુરજોશથી ચાલી રહ્યું છે. 90 ટકા કામગીરી પુરી થઇ ગઇ છે. છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલી રન-વે રીકાર્પેટિંગની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. મે મહિના પહેલા કામગીરી પૂર્ણ થવાની પણ શક્યતા છે.. 

કેવો હશે એરપોર્ટનો નવો રન વે ?

  • રન-વે પર 9 કિમી ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી 
  • રન-વે સાડા ત્રણ કિમી લાંબો અને 45 મીટર પહોળો  બનાવ્યો છે
  • રન-વેની સાથે ટેક્સી વે પણ તૈયાર કરવામાં આવ્યો છે. 
  • આધુનિક સિસ્ટમથી સજ્જ ટેકનોલોજીનો કર્યો છે  ઉપયોગ
  • 600 કર્મચારી અને 200 વ્હીકલની મદદથી રનવેના પુનઃ નિર્માણની કામગીરી
  • પેવમેન્ટ અને ડેન્સ બિટયુમિનસ મેકાડમનું છ સ્તરીય કામ પૂર્ણ
  • આ કાર્યથી એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે
  • ખાસ પ્રકારના ઢોળાવથી રન-વે પર પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય
  • વરસાદનું પાણી સીધું ગટર મારફતે સાબરમતી નદીમાં વહી જશે
  • રન-વે બનાવવા માટે 2 લાખ મેટ્રિક ટન ડામ વપરાયો
  • 3 લાખ ક્યૂબીક મીટર માટીકામ થયું

 

ટૂંક સમયમાં શરુ થશે નવો રન-વે 

મહત્વનું છે કે અમદાવાદ  ડોમેસ્ટિક એરપોર્ટ પર રનવેના રિકાર્પેટીંગની કામગીરી શરુ હોવાથી એરપોર્ટના રન-વેમાં સવારે ૯ થી સાંજે ૬ સુધી ફ્લાઇટની અવર-જવર બંધ કરવામાં આવી છે. પરિણામે હાલમાં ફ્લાઈટોના શેડયૂઅલ ઘટી એરપોર્ટ પર પ્રતિદિન ૧૪૦ જેટલી ફ્લાઇટોનું સંચાલન થઈ રહ્યું છે. જો કે હવે 90ટકા કામગીરી પૂર્ણ કરાતા 15 એપ્રિલે નવો રન વે શરુ કરી દેવાની જાહેરાત કરી છે. જેથી હવે અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદિન 250થી વધારે ફ્લાઇટનું સંચાલન થઇ શકશે.

રનવે પર નહી ભરાઇ રહે પાણી 

ખાસ કરીને ડોમેસ્ટિક એરલાઈન કંપનીઓ દ્વારા ફ્લાઈટોને બૂકિંગ સિસ્ટમ પર રિશેડયુઅલ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ રનવેની સાથેસાથે ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી-વેનું કામકાજ પૂર્ણ કરી દીધું છે.   આ ઉપરાંત  સ્ટોર્મ વોટર ડ્રેનેજનું બાંધકામ પૂર્ણ કરી એરપોર્ટે પ્રસ્થાવિત રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટયુમિનસ મેકાડમ નું ૬ સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે. જેથી એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે અને એક ખાસ પ્રકારના આપેલા ઢોળાવથી રન-વે પર પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાશે નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ