બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Ahead of PM Modi visit 1000 kg of explosives seized in Dausa

કાર્યવાહી / PM મોદીના પ્રવાસ પહેલા દૌસામાં 1000 કિલો વિસ્ફોટક જપ્ત, એક આરોપીની ધરપકડ, તપાસનો ધમધમાટ

Kishor

Last Updated: 11:39 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.12ના રોજ રાજસ્થાનના દૌસાની મુલાકાત લઈ રહ્યા છે આ આગાઉ પોલીસની નાકાબંધી વેળાએ વિસ્ફોટક પદાર્થ ઝડપાતા તંત્ર સતર્ક બન્યું છે.

  • વડાપ્રધાન મોદી તા.12ના રોજ રાજસ્થાનના દૌસાની મુલાકાતે
  • પીએમ મોદીની મુલાકાત પહેલા વિસ્ફોટક પદાર્થ ઝડપાયો
  • પોલીસની નાકાબંધી દરમિયાન જથ્થો ઝડપાતા ચકચાર

વડાપ્રધાન મોદી આગામી તા.12ના રોજ રાજસ્થાનના દૌસાની મુલાકાત લઈ રહ્યા છે.આવી સ્થિતિ વચ્ચે દૌસામાંથી હજારો કિલ્લો વિસ્ફોટક પદાર્થ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. આ મામલે પોલીસે એક શખ્સને દબોચી લીધો છે. જેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ ગેરકાયદે માઈનિંગમાં થવાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વડાપ્રધાન મોદીનું મુલાકાતને લઈને પોલીસે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.


એક હજાર કિલો વિસ્ફોટકો ઝડપાયા
વડાપ્રધાન મોદીની મુલાકાત અગાઉ રાજસ્થાનના દૌસામાં એક હજાર કિલો વિસ્ફોટકો ઝડપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ ઝપટે ચડેલા આરોપીના કબજામાંથી 65 ડિટોનેટર અને 13 વાયર પણ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. ભાંકરી રોડ પરથી ઝડપાયેલા જથ્થા મામલે આરોપી રાજેશ મીણાની અટકાયત કરાઈ છે સૂત્રોનું માનીએ તો પ્રાથમિક તપાસ દરમિયાન આ વિસ્ફોટકનો ગેરકાયદેસર ખાણકામમાં ઉપયોગ કરવાનો હોવાનું બહાર આવ્યું છે. જોકે આ મામલે પોલીસ ઊંડી તપાસ હાથ ધરી રહી છે.


12 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દૌસાની મુલાકાતે
ઉલ્લેખનીય છે કે, તા. 12 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન અર્થે દૌસાની મુલાકાત લઈ રહ્યાં છે. આ પહેલો એક્સપ્રેસ વે હશે જે લગભગ 12 લેનનો બનશે. જેના પર વાહનો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. મહત્વની વાત એ છે કે હવે દિલ્હીથી જયપુર અને દૌસા પહોંચવામાં માત્ર 2 કલાકનો સમય લાગશે. તેઓની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ એલર્ટ મોડ પર કાર્યવાહી કરી રહ્યું છે. જે વેળાએ પોલીસની તપાસ દરમિયાન વિસ્ફોટકોનો જંગી જથ્થો મળી આવતા તંત્ર સાબદુ થયું છે. દિલ્હી-મુંબઈ કોરિડોર પૂર્ણ થઈ જશે ત્યારે માત્ર 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોંચવું શક્ય બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ