બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / agriculture university develops new wheat variety to keep blood sugar obesity

ફાયદાકારક / ડાયાબિટીસ અને હાર્ટ પેશન્ટ માટે અતિશય ગુણકારી છે આ લોટની રોટલી, જુઓ કઇ રીતે

Arohi

Last Updated: 01:06 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: આ ખાસ ઘઉંના પાકને તૈયાર કરવામાં 10 વર્ષ લાગી ગયા છે. આ પહેલા પીએયુએ બે પ્રકાર જાહેર કર્યા હતા. હાઈ ક્વોલિટી સાથે પીબીડબલ્યૂ જેએન 1 અને પીબીડબ્લ્યૂ 1 રોટલી જેના લોટથી બનતી રોટલી પ્રીમિયમ ગુણવત્તાની હતી. જે લાંબા સમય સુધી તાજી રહે છે.

  • ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી માટે ખાસ ઘઉં
  • પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલયે તૈયાર કર્યા ખાસ ઘઉં
  • તેનાથી હાર્ટ સંબંધિ મુશ્કેલીઓનું જોખમ રહે છે ઓછુ

આજના સમયમાં ડાયાબિટીસ ભારતના માટે મોટી સમસ્યા છે. હાલમાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતમાં લગભગ 10 લાખથી વધારે લોકો ડાયાબિટીસનો શિકાર છે. ત્યાં જ 13 લાખથી વધારે લોકો ડાયાબિટીસનો શિકાર હોવાના આરે છે. 

એવામાં પંજાબ કૃષિ વિશ્વવિધ્યાલયનું એક રિસર્ચ ડાયાબિટીસ પીડિત દર્દીઓ માટે કોઈ વરદાનથી કમ નથી. હકીકતે યુનિવર્સિટીના એક રિસર્ચ ટીમે ખાસ પ્રકારના ઘઉંને તૈયાર કર્યા છે. જે ટાઈપ-2 ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત બીમારીઓના જોખમને ઓછુ કરે છે. 

સામાન્ય લોટની રોટલી કરતા ખૂબ ફાયદાકારક 
એક રિપોર્ટ અનુસાર આ ઘઉંથી બનેલી રોટલી ખાવાથી શરીરમાં ગ્લૂકોઝ લેવલમાં ઝડપથી વૃદ્ધિ નથી થતી. તેમાં PW RS 1, RS પ્રતિરોઝી સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે. એવામાં હાલના હાઈ એમાઈલોઝ અને પ્રતિરોધી સ્ટાર્ચના કારણે બ્લડ ફ્લોના સમયે ગ્લૂકોઝ ધીરે ધીરે ઉત્પન્ન થશે. સાથે જ પાચન ક્રિયા પણ ધીમી થશે. તેનાથી પેટ ભરેલુ લાગે છે. સામાન્ય ઘઉની 4 રોટલી ખાતો વ્યક્તિ હવે બે રોટલી ખાઈને જ પેટ ભરેલુ અનુભવશે. 

ડાયાબિટીસ ટાઈપ-2ના જોખમને કરશે ઓછુ 
વિશ્વવિદ્યાલયમાં પ્રમુખ ઘઉં બ્રીડર અચલા શર્માએ કહ્યું કે તૈયાર કરવામાં આવેલા ખાસ પ્રકારના ઘઉંના લોટથી બનેલી રોટલી અને બિસ્કિટમાં પણ ઓછું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. જે સ્ટાર્ચની કમી પાચન ક્ષમતા સાથે જોડાયેલી છે. માટે તે સ્થૂળતા અને ડાયાબિટીસ સહિત આહાર સંબંધી બીમારીઓના પ્રયત્નને ઓછુ કરવામાં મદદ કરે છે. 

10 વર્ષમાં તૈયાર કરવામાં આવ્યો ઘઉંનો આ ખાસ પાસ 
જણાવી દઈએ કે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલયને 2023માં દેશના ખાસ રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ખાસ ઘઉંના પાકને તૈયાર કરવામાં 10 વર્ષ લાગ્યા છે. તેના પહેલા, પીએયુએ બે પ્રકારના પાક જાહેર કર્યા હતા. 

હાઈ ક્વોલિટીના સામાનની સાથે પીબીડબ્લ્યૂ જેએન 1, અને પીબીડબ્લ્યૂ 1 રોટલી જેવા લોટમાં પ્રીમિયમ ક્વોલિટીના ગુણ રહેતા હતા જે લાંબા સમય સુધી તાજી રહેતી હતી. શર્માએ કહ્યું કે બજારને સ્વસ્થ્ય માનવામાં આવે છે. કારણ કે તેનાથી બ્લડ શુગરના લેવલમાં વધારો નથી થતો. 

ડાયાબિટીસ અને સ્થૂળતાથી પરેશાન લોકો માટે નુકસાનકારક છે સામાન્ય લોટ 
તેના ઉપરાંત તેમણે કહ્યું કે ડાયેટ એક્સપર્ટ તો અહીં સુધી સલાહ આપે છે કે ડાયાબિટીસ અને સ્થૂળતાથી ગ્રસ્ત વ્યક્તિઓને ઘઉંનું સેવન સંપૂર્ણ રીતે બંધ કરી દેવું જોઈએ. પરંતુ તથ્ય એ છે કે ઘઉંના ઉત્પાદન અને ખપત બન્ને ખૂબ જ વધારે છે અને દરેક વ્યક્તિ દૈનિક આધાર પર બાજરી નથી ખાઈ શકતું. 

માટે અમારો વિચાર ઘઉંનો એક એવો પાક તૈયાર કરવાનો હતો જેનો સ્વાદ સામાન્ય ઘઉં જેવો હોય પરંતુ તેનો આરએસ વધારે હોય અને ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ