બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Agriculture Minister Raghavji Patel clarified that the I-khedut portal was suspended

ખુલાસો / 'કોઈને નિરાશ નહીં થવું પડે', i-khedut પોર્ટલનું સર્વર ઠપ્પ થતા કૃષિમંત્રીએ આપ્યું આશ્વાસન

Malay

Last Updated: 04:06 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

I-khedut પોર્ટલ ઠપ્પ થતા કૃષિમંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે. કૃષિમંત્રીએ કહ્યું, એક સાથે વધુ લોકોના ઉપયોગ કરવાના કારણે સર્વર ડાઉન થયું છે.

  • I-khedut પોર્ટલ ઓનલાઈન અરજી ખુલતા જ સર્વર થયું ઠપ્પ
  • એક સાથે 7 લાખથી વધુ ઓનલાઈન નોંધણીના પ્રયત્ન થયાઃ કૃષિમંત્રી
  • એક સાથે વધુ લોકો ઉપયોગ કરવાના કારણે સર્વર ડાઉન થયુંઃ કૃષિમંત્રી

I-khedut પોર્ટલનું સર્વર ઠપ્પ થતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. I-khedut પોર્ટલનું સર્વર ડાઉન થતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, એક સાથે લગભગ 7 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન આ પોર્ટલમાં નોંધણી કરવવા માટેના પ્રયત્નો કર્યા, જેના પરિણામે સર્વર ડાઉન થઈ ગયું છે. 

વધુ લોકો ઉપયોગ કરવાના કારણે સર્વર ડાઉન થયુંઃ કૃષિમંત્રી
તેમણે જણાવ્યું કે, વહેલી તકે I-khedut પોર્ટલ શરૂ થાય એ માટે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ અને NIC પ્રયત્નો કરી રહ્યા છે. વહેલા તે પહેલાના નિર્ણયના કારણે કોઈને નિરાશ નહીં થવું પડે તેવું આયોજન ખેતીવાડી ખાતાએ વિચારેલ છે. 

કૃષિમંત્રી રાઘવજી પટેલ

પાલ આંબલીયાએ કર્યા હતા સરકાર પર પ્રહાર
આ પહેલા ગુજરાત કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલ આંબલીયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, I-khedut પોર્ટલ પર આજથી ખેતીના સાધનો અને સામગ્રી બાબતે વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ કરવાની સરકારે જાહેરાત કરી હતી. પહેલા એવું હતું કે 10 દિવસ કે 15 દિવસ માટે આ વેબસાઇટ ખુલી રહેતી, આ દરમિયાન ખેડૂતો અરજી કરતા હતા. આ અરજીઓ એકઠી થાય એમાંથી ડ્રો કરવામાં આવતો હતો. ડ્રોમાં જે ખેડૂતોનો વારો આવે, તેમને સામગ્રી મળતી હતી. પરંતુ હવે સરકારે  નીતિ બદલાવી છે સરકારે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની જાહેરાત કરી હતી. 

પાલ આંબલીયા (ખેડૂત આગેવાન)

'થોડીવારમાં સર્વર થઈ ગયું ડાઉન'
તેઓએ જણાવ્યું કે, આજે સવારે 10.30 વાગ્યાથી આ અરજી કરવાની શરૂઆત થઈ હતી. થોડીવારમાં જ વેબસાઈટનું સર્વર ઠપ્પ થઈ ગયું છે. હજુ તો 5 ટકા ખેડૂતોએ અરજી નથી કરી ત્યાં તો સર્વર જ ઠપ્પ થઈ ગયું છે.  સરકારની ક્યાંકને ક્યાંક મેલી મુરાદ છે. પાછલા બારણેથી લાગતા વળગતાઓને પાછળથી આરામથી અરજી કરાવવા માટેની આ પદ્ધતિઓ હોય એવી આ શંકા છે. 

સરકારે શું કરી હતી જાહેરાત?
સરકારે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો ખેતીવાડી ખાતાની આઇ ખેડૂત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ વર્ષ 2023-24 માટે આઇ ખેડૂત પોર્ટલ પર તા.5 જૂનના રોજ સવારે 10.30 કલાકેથી ખેડૂત દ્વારા ઓનલાઇન અરજીઓ કરી શકાશે. આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરવામાં આવ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ