બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Agents are active in RTE admission matter

મહામંથન / રાઈટ ટૂ એજ્યુકેશનમાં એજન્ટરાજ કેમ રાઈટ? ગરીબ બાળકોના હક પર તરાપથી શું ખરેખર શિક્ષણ વિભાગ અજાણ છે?

Dinesh

Last Updated: 11:37 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTEમાં 100% એડમિશન અપાવવા એજન્ટ સક્રિય થયા છે, સર્વ શિક્ષા અભિયાનના લોગો ધરાવતી પત્રિકાનું વિતરણ પણ કરાયું તેમજ 3 હજાર રૂપિયામાં મનગમતી શાળામાં એડમિશન અપાવવાની જાહેરાત કરાઈ રહી છે.

  • RTEમાં પ્રવેશ મામલે એજન્ટ સક્રિય
  • લેભાગુ તત્વોથી વાલીઓ ચેતજો
  • 100% એડમિશનના ખોટા દાવા કરાય છે 


RTE એક એવો કાયદો છે કે જેનાથી હોશિયાર છતા આવકની દ્રષ્ટિએ નબળા વિદ્યાર્થીને સારામાં સારી સ્કૂલમાં સારામાં સારુ શિક્ષણ મળે. છેલ્લા કેટલાક વર્ષોથી આ કાયદામાં બદી પ્રવેશી ગઈ છે. બદી કાયદાની નથી પણ તેને ઉધઈની જેમ કોરી ખાનારા વ્યક્તિઓની છે. એવી વાત તો અનેકવાર સામે આવી કે જે વાલી ખરેખર ધનિક હોય તેવા વાલીઓ પણ પોતાના બાળકોને RTE અંતર્ગત ભણાવે છે પરંતુ હવે આવી શિક્ષણ ઉપયોગી વ્યવસ્થામાં પણ એજન્ટ રાજનો પ્રવેશ થઈ ચુક્યો છે. એજન્ટ રાજ ત્યાં સુધી કે આવા લેભાગુ એજન્ટ પોતાની વેબસાઈટ પણ ચલાવે છે અને દાવો કરે છે કે અમે તમારુ ફોર્મ પાસ કરાવી દઈશું, મનગમતી શાળામાં એડમિશન અપાવી દઈશું. સ્વભાવિક છે કે કોઈ પણ લલચાય અને કેટલાય વાલીઓએ આવા ફોર્મ પાસ કરાવવા રૂપિયા પણ આપ્યા છે. વીટીવી ન્યૂઝમાં જ અહેવાલ પ્રસારીત થયા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો અને આવા લેભાગુ તત્વો સામે ફરિયાદ પણ કરી છે. ત્યારે સવાલ એ છે કે શિક્ષણ વિભાગ, સરકાર, સાયબર ક્રાઈમ આ બધા વચ્ચે એક સર્વ સામાન્ય સંકલન એવુ ન બની શકે કે જેથી આવા ઉપયોગી કાયદાની વારંવાર મજાક બનતી અટકી શકે.

3 હજાર રૂપિયા એડવાન્સ ભરવાનું કહેવાયું
RTEમાં 100% એડમિશન અપાવવા એજન્ટ સક્રિય થયા છે. સર્વ શિક્ષા અભિયાનના લોગો ધરાવતી પત્રિકાનું વિતરણ પણ કરાયું છે તેમજ 3 હજાર રૂપિયામાં મનગમતી શાળામાં એડમિશન અપાવવાની જાહેરાત કરાઈ રહી છે. વેબસાઈટ બનાવીને લોકો પાસેથી રૂપિયા અને ડોક્યુમેન્ટ માંગ્યા હતાં. RTEની સત્તાવાર વેબસાઈટને બદલે અલગથી વેબસાઈટ બનાવી અને RTE  CAFE નામની વેબસાઈટ બનાવવામાં આવી જેમાં એડમિશન માટે 3 હજાર રૂપિયા એડવાન્સ ભરવાનું કહેવાયું છે. જો એડમિશન ન થાય તો 1 હજાર 800 રૂપિયા પરત મળશે. હેતલ સોની નામની યુવતી વેબસાઈટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. વેબસાઈટની ઓફિસનો કોઈ ઉલ્લેખ નથી.

કૌભાંડ અંગે DEO કચેરીએ શું કહ્યું?
કોઈ એજન્ટને માન્યતા આપવામાં આવી નથી તેમજ વચેટિયાઓ પાસેથી કોઈ ફોર્મ લેવું નહીં અને DEO કચેરીએ આવી કોઈ સત્તા અન્ય કોઈને આપી નથી. RTEની સત્તાવાર વેબસાઈટ ઉપર જ ફોર્મ ભરવું આવી વેબસાઈટથી ગેરમાર્ગે દોરાવું નહીં તેમજ RTE CAFE નામની વેબસાઈટ સામે ફરિયાદ દાખલ થશે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પ્રવેશ આપવાનો દાવો કરી શકે નહીં અને લાયકાત ધરાવતા વાલીના સંતાનોને નિયમ મુજબ જ પ્રવેશ મળશે તેમજ વાલીઓએ કોઈપણ પ્રકારની ઓનલાઈન ફી ભરવાની થતી નથી. યોગ્ય માહિતીના અભાવે વાલીઓ ભોગ બને છે.

વાલીઓ પણ આ વાત સમજે
RTEની સત્તાવાર વેબસાઈટમાંથી જ ફોર્મ ભરી શકાય છે તેમજ RTEમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ઓનલાઈન જ હોય છે. RTEમાં પ્રવેશ માટે એજન્ટની કોઈ જરૂરિયાત જ નથી તેમજ એડમિશનનું ફોર્મ ભર્યા પછી 14 પ્રકારની કેટેગરી હોય છે. તમારા રહેણાંક વિસ્તારની 6 કિ.મી.આસપાસની શાળામાં જ અગ્રતાક્રમ આપવાનો છે અને એટલે અન્ય શાળામાં પ્રવેશ મળશે તે વાત પાયાવિહોણી છે. ખોટા પુરાવા ઉભા કર્યા હશે તો એડમિશન કન્ફર્મ કરતી વખતે મુશ્કેલી થશે અને એડમિશન સમયે તમામ પુરાવાના ઓરિજનલ પ્રમાણપત્ર રજૂ કરવાના થશે.

RTEમાં લેભાગુ એજન્ટની મોડસ ઓપરેન્ડી
વાલીઓ સાથે સીધો સંપર્ક ટાળે છે તેમજ મોટેભાગે સાદા મેસેજ કે વોટ્સએપ મેસેજથી સંપર્કમાં રહે છે અને ફોન ઉપર વાત કરવાનું મોટેભાગે ટાળે છે અને ભાંડો ફૂટી ન જાય એટલે સામે આવતા નથી તેમજ વેબસાઈટમાં ઓફિસના સરનામાનો ઉલ્લેખ હોતો નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ