બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / After Turkey, this state of India has now been hit by an earthquake, with a magnitude of 4.3.

BIG BREAKING / તુર્કીયે બાદ હવે ભારતના આ રાજ્યમાં ભૂકંપથી ધરા ધ્રુજી, 4.3ની તીવ્રતાનો આંચકો આવતા ફફડાટ

Priyakant

Last Updated: 07:37 AM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રવિવારે આસામના કેટલાક ભાગોમાં પણ 4 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા બાદ હવે આ રાજ્યમાં પણ ધરતી ધ્રુજી

  • ભારતમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો 
  • સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા
  • ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 70 કિલોમીટરની ઉંડાઈએ 

સોમવારે સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. નેશનલ ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર સવારે 4.15 કલાકે આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ઉત્તર-પૂર્વીય યુક્સોમમાં હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 70 કિલોમીટરની ઉંડાઈએ હતું.

File Photo 

ગત રવિવારે આસામના કેટલાક ભાગોમાં પણ ચારની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મહત્વનું છે કે, આસામમાં ભૂકંપથી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલ મુજબ, આંચકો સાંજે 4.18 કલાકે અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર નગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના દક્ષિણ કાંઠે હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.

રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગુવાહાટીથી 160 કિમી દૂર મધ્ય આસામના હોજાઈ નજીક હતું. પશ્ચિમ કાર્બી આંગલોંગ, કાર્બી આંગલોંગ, ગોલાઘાટ અને મોરી ગામ જિલ્લાના લોકોએ પણ આંચકા અનુભવ્યા હતા. આ ઉપરાંત બ્રહ્મપુત્રા નદીના ઉત્તર કિનારે આવેલા સોનિતપુરમાં રહેતા લોકોએ પણ આંચકો અનુભવ્યો હતો. પૂર્વોત્તરના તમામ રાજ્યો ઉચ્ચ ધરતીકંપની સંભાવનાવાળા વિસ્તારોમાં આવે છે અને આ વિસ્તારમાં ભૂકંપના આંચકા નિયમિતપણે અનુભવાય છે.

File Photo 

નોંધનીય છે કે, ભારતની લગભગ 59 ટકા જમીન વિવિધ તીવ્રતાના ભૂકંપ માટે સંવેદનશીલ છે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરો અને નગરો ઝોન-5માં છે અને સૌથી વધુ તીવ્રતાના ધરતીકંપનું જોખમ છે. ઝોન-5માં 9ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. ઝોન-5માં ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર અને સમગ્ર ઉત્તર પૂર્વનો સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ