બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / After the lakshadweep trip of PM modi, maldives trolling army started laksdaweep vs maldive trends

ટ્રેડિંગ / PM મોદીના પ્રવાસ બાદ લક્ષદ્વીપ VS માલદીવ પર ચર્ચા : 'તૂટી પડી' જનતા, ચીન સમર્થક મૂઇજ્જૂનું વધશે ટેન્શન

Vaidehi

Last Updated: 07:04 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ લક્ષદ્વીપ પહોંચીને જ્યારે ત્યાંનાં ફોટોઝ શેર કર્યાં ત્યારે લોકોએ પોતાના વેકેશન માટેનાં નવા ડેસ્ટિનેશન તરીકે લક્ષદ્વીપને પસંદ કર્યો. પણ આ બધી ઘટનાની વચ્ચે માલદીવની ટ્રોલ આર્મીને ખીજ ચડી અને લક્ષદ્વીપ સાથે પોતાની તુલના કરતાં ટ્વીટ્સ કરવા લાગી.

  • PM મોદીની લક્ષદ્વીપ યાત્રાએ દુનિયાને આકર્ષી
  • માલદીવનાં ટ્રોલર્સ થઈ ગયાં નારાજ
  • સોશિયલ મીડિયા પર શરૂ થયો લક્ષદ્વીપ vs માલદીવ

માલદીવ વેકેશન મનાવવા માટે અને ફરવા માટે દુનિયાનાં ફેવરેટ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. આ સ્થળનાં કારણે દેશની સુંદરતા વધુ નિખરવા લાગે છે. ભારતથી લાખોની સંખ્યામાં લોકો ફરવા માટે માલદીવ જાય છે એ વચ્ચે પ્રધાનમંત્રીની લક્ષદ્વીપની યાત્રાએ લોકોને દેશનાં આ સુંદર સ્થળ પર વેકેશન મનાવવાની પ્રેરણા આપી છે. માલદીવમાં જો ભારતીય પર્યટકો ઘટશે તો તેની સીધી અસર માલદીવની અર્થવ્યવસ્થા પર પડશે. આ તમામ ઘટનાઓ વચ્ચે માલદીવની ટ્રોલ આર્મી રોષે ભરાઈ છે અને લક્ષદ્વીપ સાથે પોતાની તુલના કરતાં ટ્વીટ્સ પોસ્ટ કરવા લાગી છે.

દુનિયામાં શરૂ થઈ લક્ષદ્વીપની ચર્ચા
નરેન્દ્ર મોદીએ પોતાની યાદગાર યાત્રાનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને લક્ષદ્વીપમાં યાત્રા કરવા માટે અપીલ કરી. તેમણે જણાવ્યું કે કેવીરીતે લક્ષદ્વીપ દુનિયાનાં સૌથી સુંદર બિચમાંનું એક છે. સાથે જ તેમણે અહીં થનારી રોમાંચક એક્ટિવિટી અંગે પણ જણાવ્યું. આ સમગ્ર ઘટનાનું પરિણામ એ આવ્યું કે ન માત્ર ભારત પણ દુનિયાનાં અનેક દેશોમાં લક્ષદ્વીપની ચર્ચાઓ થવા લાગી. PMએ પોતાના ટ્વીટમાં માલદીવનું નામ પણ નથી લીધું પણ સોશિયલ મીડિયા પર લોકો ચીન સાથે મિત્રતા કેળવતા માલદીવ માટેનો એક સંદેશો સમજી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે આ થકી PM મોદીએ માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂને ઝટકો આપવાનો પ્રયાસ કર્યો છે.  સીધી રીતે નહીં પણ અપ્રત્યક્ષ રીતે માલદીવ માટે આ મોટી મુશ્કેલી બની શકે છે.

વાંચવા જેવું: લક્ષદ્વીપ ખાતે PM મોદીએ લગાવી દરિયામાં ડૂબકી, સામે આવી મંત્રમુગ્ધ કરી દે તેવી તસવીરો

માલદીવને થઈ શકે છે આર્થિક નુક્સાન
માલદીવ ભારતીયો માટે વેકેશનનું એક મનપસંદ સ્પોટ બની ગયું છે. ભારતનાં બોલિવૂડ સ્ટાર્સ, વેપારીઓ અને અન્ય ઘણાં લોકો માલદીવ જાય છે. માલદીવનાં સમુદ્રી તટ પર લોકો  રહે છે. નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની ટ્રીપને લીધે લોકોનું ધ્યાન માલદીવથી હટીને લક્ષદ્વીપ તરફ વળ્યું છે. લોકો વિચારી રહ્યાં છે કે માલદીવ જ કેમ, લક્ષદ્વીપ શા માટે નહીં.. સમય અને ખર્ચમાં બચત અને એ જ પ્રકારનો આનંદ તમે મેળવી શકો છો. લોકોનાં આ વિચારની સીધી અસર માલદીવને આર્થિક ધોરણે પડી શકે છે. કારણકે જો પર્યટકો માલદીવની જગ્યાએ લક્ષદ્વીપને વધુ પસંદ કરી રહ્યાં છે તો માલદીવની પ્રવાસ વિભાગની કમાણી સીધી ભારત તરફ વળી જશે.

માલદીવની ટ્રોલ આર્મીને ખીજ ચડી
PM મોદીનાં લક્ષદ્વીપનાં ફોટોઝ જોઈને માલદીવનાં ટ્રોલર્સને ખીજ ચડી અને તેઓ માલદીવ અને લક્ષદ્વીપની તુલના કરવા લાગ્યાં. @RazzanMDV નામક એક યૂઝરે બંને જગ્યાઓનાં ફોટોઝ શેર કરીને લખ્યું કે,"  અમારી સાથે લક્ષદ્વીપની કોઈ તુલના જ નથી. અમે શાનદાર રિઝોર્ટ અને લક્ઝરી ટૂરિઝમ આપીએ છીએ." જ્યારે અન્ય એક યૂઝરે માલદીવનાં ફોટોઝ શેર કરીને લખ્યું કે "મારા ખ્લાયથી માલદીવ, લક્ષદ્વીપથી ઘણી વધારે સ્ટનિંગ જગ્યા છે."


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ