બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / After the embarrassing defeat of RCB dinesh karthik was heavily trolled on social media

RCB vs LSG / શરમજનક હાર બાદ RCBનો આ ખેલાડી સોશિયલ મીડિયા પર થયો ભારે ટ્રોલ, લોકોએ કરી રિટાયરમેન્ટ સુધીની માંગ

Megha

Last Updated: 09:00 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCBની ટીમે 212 રન બનાવ્યા હતા પણ બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે RCB છેલ્લા બોલ પર મેચ હારી ગયું હતું. આ બધા વચ્ચે ચાહકો RCB ટીમના એક ખેલાડી પર ગુસ્સે થઈ ગયા હતા.

  • RCB છેલ્લા બોલ પર મેચ હારી ગયું હતું
  • સિનિયર વિકેટકીપર દિનેશ કાર્તિકે મોટી ભૂલ કરી
  • આ ભૂલને કારણે RCB ફેન્સ તેના પર ગુસ્સે ભરાયા

IPL 2023 ની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા RCBની ટીમે 212 રન બનાવ્યા હતા પણ બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે RCB છેલ્લા બોલ પર મેચ હારી ગયું હતું. જો કે આ બધા વચ્ચે RCBની હાર પછી ચાહકો ટીમના એક ખેલાડી પર ગુસ્સે થઈ ગયા હતા. 

સિનિયર વિકેટકીપર દિનેશ કાર્તિકે મોટી ભૂલ કરી
જણાવી દઈએ કે આ મેચમાં 213 રનના મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે લખનૌની ટીમને છેલ્લા બોલ પર માત્ર 1 રનની જરૂર હતી અને તેની 9 વિકેટ પડી ગઈ હતી. એ બાદ બોલિંગ કરી રહેલા હર્ષલ પટેલે બેટિંગ કરી રહેલા અવેશ ખાનને તરફ બોલ ફેંક્યો અને લખનૌના બેટ્સમેનો બાય લેવા દોડી ગયા હતા. આ બધા વચ્ચે RCBના સિનિયર વિકેટકીપર દિનેશ કાર્તિકે મોટી ભૂલ કરી. વાત એમ છે કે કાર્તિકે બોલને પકડીને માત્ર વિકેટ પર મારવાનું હતું પણ તે બોલને પકડવામાં નિષ્ફળ ગયો અને લખનૌના બેટ્સમેનો દોડીને એક રન પૂરો કર્યો હતો. 

કાર્તિકની આ ભૂલને કારણે હવે RCB ફેન્સ તેના પર ગુસ્સે ભરાયા છે આ સાથે જ આ લોકો કાર્તિકને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. ઉપરાંત ઘણા લોકોએ તેની નિવૃત્તિની માંગ પણ કરી રહ્યા છે. કેટલાક ક્રિકેટ ચાહકો કાર્તિકની તુલના ધોની સાથે કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે.

19 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 62 રન
આરસીબીએ લખનૌની ટીમ સામે 212 રન બનાવ્યા હતા. એ જ સમયે 213 રનનો પીછો કરતા લખનૌની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 23ના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પણ આ પછી માર્કસ સ્ટોઈનિસે ઝડપી બેટિંગ શરૂ કરી હતી અને તેને 30 બોલમાં 65 રન બનાવ્યા હતા. જો કે તેની વિકેટ બાદ ફરી એકવાર લખનૌની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. આ પછી નિકોલસ પૂરને પણ જોરદાર બેટિંગ કરી અને 19 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. 

પણ પુરનની વિકેટ બાદ એવું લાગી રહ્યું હતું કે લખનૌ મેચ હારી જશે. જોકે એવું ન થયું અને ટીમે છેલ્લા બોલ પર મેચ જીતી લીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ