બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / after seema haider another girl from pakistan became bride india marriage online

ઓનલાઇન નિકાહ / સીમા બાદ વધુ એક પાકિસ્તાની છોકરી બની ભારતીય દુલ્હન, વિઝા મળતા જ આવશે ઇન્ડિયા, જાણો વિગત

Bijal Vyas

Last Updated: 02:44 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર ભારતમાં, કન્યા પાકિસ્તાનમાં અને ઓનલાઈન લગ્ન... રાજસ્થાનના જોધપુરમાં રહેતા અરબાઝે પાકિસ્તાનની અમીના સાથે ઓનલાઈન લગ્ન કર્યા છે.

  • ભારત અને પાકિસ્તાનમાં બેઠેલા કાઝીની સામે વર-વધુએ નિકાહ કબુલ કર્યા
  • બંને દેશો વચ્ચે તણાવ હોઈ શકે છે, પરંતુ સંબંધો બનતા રહે છે
  • વિઝા મળશે તો પાકિસ્તાનથી દુલ્હન ઘરે આવશે.

Online Nikah: રાજસ્થાનના જોધપુરમાં રહેતા સિવિલ કોન્ટ્રાક્ટર મોહમ્મદ અફઝલના નાના પુત્ર અરબાઝે પાકિસ્તાનની અમીના સાથે ઓનલાઈન લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બંનેએ બુધવારે રાત્રે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે નિકાહ કર્યાં હતાં. ભારત અને પાકિસ્તાનમાં બેઠેલા કાઝીની સામે વર-વધુએ નિકાહ કબુલ કર્યા હતા. 

આ નિકાહ દરમિયાન વર-કન્યાના પરિવારના સભ્યો અને સંબંધીઓએ ભાગ લીધો હતો. જોધપુરમાં વરરાજાના સંબંધીઓને સમગ્ર નિકાહ એલઈડી પર બતાવવામાં આવ્યા હતા. આ પહેલા પાકિસ્તાનની સીમા હૈદરે નોઈડાના સચિન સાથે લગ્ન કર્યા હતા. સીમા ગેરકાયદેસર રીતે ભારત આવી હતી.

વરરાજાના પિતા મોહમ્મદ અફઝલે કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ હોઈ શકે છે, પરંતુ સંબંધો બનતા રહે છે. અફઝલે કહ્યું કે હવે લગ્ન થઈ ગયા છે. ટૂંક સમયમાં અમે વિઝા માટે અરજી કરીશું. વિઝા મળશે તો પાકિસ્તાનથી દુલ્હન ઘરે આવશે. તેણે કહ્યું કે અમારો આખો પરિવાર આ લગ્નથી ખુશ છે.

અફઝલ કહે છે કે, અમારા જેવા સામાન્ય પરિવારો માટે ઓનલાઈન નિકાહ થાય તે ખૂબ જ સારી વાત છે. તેનાથી ખર્ચ પણ ઓછો થાય છે અને નિકાહ પણ થઇ જાય છે. અફઝલે કહ્યું કે, મારા નાના પુત્રના સાસરિયાં એક સાધારણ પરિવાર છે અને આ નિકાહમાં તેમનો બહુ ખર્ચ થયો નથી. હવે જ્યારે કન્યા આવશે ત્યારે અમે તેનું સ્વાગત કરીશું.

'અરેન્જ મેરેજ છે, સંબંધીઓ નક્કી કર્યો હતો સંબંધ'
મોહમ્મદ અફઝલનો નાનો પુત્ર અરબાઝ વકીલાત સાથે વીડિયો એડિટિંગનું કામ કરે છે. મોહમ્મદ અરબાઝે જણાવ્યું કે, આ એક અરેન્જ મેરેજ છે. સંબંધીઓએ સંબંધ તો નક્કી કર્યો, પરંતુ વિઝા મળવાના બાકી છે. એટલા માટે અમે ઓનલાઈન લગ્ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો.

'ભારતના વિઝા માટે નિકાહનામા સાથે કરશે અરજી'
અરબાઝે કહ્યું કે જો અમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા હોત તો પણ તે ભારતમાં માન્ય ન હોત. અહીં પાછા આવીને લગ્ન કરવા પડ્યા હોત. હવે જો આપણે ભારતના નિકાહનામા સાથે વિઝા માટે એપ્લાય કરીએ તો સરળતાથી વિઝા મળી જશે. નોંધનીય છે કે જોધપુરના રહેવાસી અરબાઝ એવો બીજો વ્યક્તિ છે, જેણે પાકિસ્તાની દુલ્હન સાથે ઓનલાઈન લગ્ન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ