બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / After liquor policy now Kejriwal govt seriously accused of drug scam, CBI probe ordered

દિલ્હી / દારૂનીતિ બાદ હવે કેજરીવાલ સરકાર પર દવા કૌભાંડનો ગંભીર આરોપ, વધુ એક કેસમાં CBI તપાસના આદેશ

Priyakant

Last Updated: 02:41 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kejriwal Government Latest News: કથિત દારૂ કૌભાંડ બાદ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા વધુ એક ગંભીર કેસમાં CBI તપાસના આદેશ

  • લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલ સરકાર ફરીવાર મુશ્કેલીમાં
  • કથિત દારૂ કૌભાંડ બાદ વધુ એક કેસમાં CBI તપાસના આદેશ
  • સરકારી હોસ્પિટલમાં દવાઓની ખરીદીમાં નિયમોનો ભંગ કરવાનો આરોપ 

Kejriwal Government News : દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં AAPના અનેક નેતાઓ સામે કાર્યવાહી બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ કે, કથિત દારૂ કૌભાંડ બાદ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા વધુ એક ગંભીર કેસમાં CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલો સરકારી હોસ્પિટલમાં દવાઓની ખરીદી સાથે સંબંધિત છે જેમાં નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

દિલ્હીની સરકારી હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓમાં ગેરરીતિ મળી આવતા ઉપરાજ્યપાલે CBI તપાસના આદેશ આપ્યા છે. એવો આરોપ છે કે, આ હોસ્પિટલો દવાઓ ખરીદવામાં બેદરકારી દાખવતા હતા અને તેઓ સરકારી અને ખાનગી લેબમાં ટેસ્ટિંગમાં નિષ્ફળ હોવાનું જણાયું હતું.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર દિલ્હીના LC વીકે સક્સેનાએ દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં આ દવાઓને લઈને તકેદારી વિભાગના રિપોર્ટ પર CBI તપાસના આદેશ આપ્યા છે. આ સાથે મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખીને તપાસ કરવા જણાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે આ દવાઓનું સરકારી અને ખાનગી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે તે નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતી નહોતી, જેના પછી પરીક્ષણનો આદેશ આપવામાં આવ્યો છે. 

લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલ સરકાર ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. પહેલા દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં પણ ઘણા નેતાઓની તપાસ ચાલી રહી છે. હાલમાં જ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડીમાં વધારો કરવામાં આવ્યો છે. મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 19 જાન્યુઆરી અને સંજય સિંહની 10 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. CM કેજરીવાલને પણ ત્રીજી વખત સમન્સ મોકલવામાં આવ્યા છે. જેમાં તેને 3 જાન્યુઆરીએ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા પણ બે વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા જેમાં CM કેજરીવાલ હાજર થઈ શક્યા ન હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ