બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / After 10 years, this star player gets a chance to play in the playing-11, may get a place in the third ODI.

IND vs WI / 10 વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીને પ્લેઇંગ-11માં રમવાનો ચાન્સ, મળી શકે છે ત્રીજી વનડેમાં સ્થાન

Megha

Last Updated: 08:55 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝની ત્રીજી મેચ 1લી ઓગસ્ટના રમાશ, આ ખેલાડી એ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં અત્યાર સુધી ખરાબ પ્રદર્શન કર્યું છે એવામાં તેની જગ્યાએ બીજા ખેલાડીને ચાન્સ મળી શકે છે.

  • વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે
  • 1લી ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાશે
  • આ ખેલાડી એ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં અત્યાર સુધી ખરાબ પ્રદર્શન કર્યું
  • ત્રીજી વનડેમાં તેના સ્થાને જયદેવ ઉનડકટને તક મળી શકે છે

વેસ્ટ ઈન્ડિઝમાં સીરિઝ પછી ટીમ ઈન્ડિયા એશિયા કપમાં ભાગ લેશે અને કોઈપણ ODI સીરિઝ નહીં રમે. આ કારણોસર વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. પહેલા વનડેમાં રોહિત શર્મા ઓપનિંગ કરવાને બદલે નંબર-7 પર બેટિંગ કરવા ઉતર્યો હતો. તે જ સમયે વિરાટ કોહલીને બેટિંગ કરવાની તક પણ મળી ન હતી. આ પછી રોહિત-વિરાટને બીજી વનડેમાંથી આરામ આપવામાં આવ્યો હતો. હવે 1લી ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાશે. 

આ ખેલાડીએ કર્યું હતું ખરાબ પ્રદર્શન
જણાવી દઈએ કે ઉમરાન મલિકે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ટીમ ઈન્ડિયા માટે ખરાબ પ્રદર્શન કર્યું છે. આ બોલર સામે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ઘણો રન બનાવ્યો છે. ઉમરાન મલિક આક્રમણ બોલિંગમાં ટીમ ઈન્ડિયા માટે નબળી કડી સાબિત થયો છે. વિન્ડીઝ સામેની પ્રથમ મેચમાં તેણે 3 ઓવરમાં 17 રન આપ્યા હતા અને બીજી વનડેમાં તેણે 3 ઓવરમાં 27 રન આપ્યા હતા. આ સાથે જ બંને મેચમાં કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં ત્રીજી વનડેમાં તેના સ્થાને જયદેવ ઉનડકટને તક મળી શકે છે. 

10 વર્ષ પછી મળી શકે છે તક  
જયદેવ ઉનડકટે 10 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયા માટે વનડે ડેબ્યૂ કર્યું હતું પણ તે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો ન હતો. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ODI 20 જુલાઈ 2023 ના રોજ રમી હતી. હવે 10 વર્ષ બાદ તેની પ્લેઈંગ ઈલેવનમાં વાપસીની શક્યતાઓ છે. જણાવી દઈએ કે ભારત માટે તેને 7 વનડેમાં 8 વિકેટ લીધી છે. 

ડોમેસ્ટિક ક્રિકેટમાં તાકાત બતાવી
જયદેવ ઉનડકટે સ્થાનિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણોસર તે ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ જ સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફી 2022-23નું ટાઇટલ જીત્યું હતું. તેને અત્યાર સુધી 103 ફર્સ્ટ ક્લાસ મેચમાં 382 વિકેટ ઝડપી છે. સાથે જ 116 લિસ્ટ-એ મેચમાં 168 વિકેટ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ