બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Afghanistan-Pakistan face to face on the issue of India's most wanted terrorist

નિવેદન / ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મુદ્દે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સામસામે, તાલિબાને કહ્યું ખોટા દાવાઓ બંધ કરો નહીંતર...

Priyakant

Last Updated: 11:59 AM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલિબાને કહ્યું કે, કોઈ પણ પુરાવા વિના આવા ખોટા દાવા કરવાથી દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે

  • ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને લઈ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સામસામે
  • અઝહર સંભવતઃ અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં છુપાયેલો છે: પકિસ્તાન 
  • કોઈપણ પુરાવા વિના આવા ખોટા દાવાઓ બંધ કરો: તાલિબાન 

અફઘાનિસ્તાનમાં મસૂદ અઝહરની હાજરીના દાવાને લઈને પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. તાલિબાને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં નથી. તાલિબાને કહ્યું કે, કોઈ પણ પુરાવા વિના આવા ખોટા દાવા કરવાથી અમારા દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. તાલિબાને એમ પણ કહ્યું કે, અમે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ કિંમતે અન્ય દેશ વિરુદ્ધ થવા દઈશું નહીં. 

વાસ્તવમાં પાકિસ્તાને એક પત્ર લખીને દાવો કર્યો હતો કે, મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે. આવી સ્થિતિમાં તાલિબાન સરકારે તેની ધરપકડ અંગે અમને સહકાર આપવો જોઈએ. તાલિબાનના પ્રવક્તાએ અફઘાનિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરની હાજરીનો ઈન્કાર કર્યો હતો. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, તેઓ પુરાવા વિના દાવો ન કરે. પાકિસ્તાનના આ પત્ર પર ભારતીય સંરક્ષણ નિષ્ણાતો માને છે કે, આ એક ધૂર્ત છે, કારણ કે તેનો હેતુ બ્રાન્ડિંગ કરવાનો છે. પાકિસ્તાન મસૂદ અઝહર સામે કાર્યવાહી કરીને પોતાને FATF ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવા માંગે છે. 

મસૂદ અઝહર સંયુક્ત રાષ્ટ્ર તરફથી નિયુક્ત આંતરરાષ્ટ્રીય આતંકવાદી છે. તેને ભારતમાં મોસ્ટ વોન્ટેડ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. શાહીને કહ્યું કે, અમારી પ્રતિબદ્ધતા છે કે, અમે કોઈને પણ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ અન્ય દેશ વિરુદ્ધ કરવા નહીં દઈએ. અમે પાકિસ્તાનને ચેતવણી આપીએ છીએ કે, તે કોઈપણ પુરાવા વિના કોઈ દાવો ન કરે કારણ કે તેનાથી દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર પડે છે. કોઈપણ પુરાવા વિનાના દાવાઓ કોઈ હેતુ પૂરા પાડતા નથી. અમારી પાસે અઝહરની હાજરીનો કોઈ પુરાવો નથી. તેણે એમ પણ કહ્યું કે, અમે ચોક્કસપણે તેને શોધીશું. અમે અમારા પોતાના સંતોષ માટે આ કરીશું, પરંતુ તે અહીં નથી. હું સ્પષ્ટપણે નકારું છું અને કહું છું કે અફઘાનિસ્તાન એ કોઈ અન્ય દેશ સામે ઉપયોગ કરવાની જગ્યા નથી.

નોંધનીય છે કે, 31 ડિસેમ્બર, 1999ના રોજ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 814ના હાઈજેક બાદ મસૂદ અઝહરને ભારતીય જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા બાદ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે તાલિબાનને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે, અઝહર સંભવતઃ અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં છુપાયેલો છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે નાંગરહાર અને કુનાર વિસ્તારમાં હોઈ શકે છે, તેથી તેને શોધી કાઢવામાં આવે, ધરપકડ કરવામાં આવે અને તેની જાણ કરવામાં આવે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ