બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Affidavit in High Court regarding sexual harassment in Gujarat National Law University

કડક આદેશ / GNLUમાં જાતીય સતામણીને લઇ ગુજરાત HCનો ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચવા આદેશ, કહ્યું 'સંસ્થાની છબી બચાવવા...'

Malay

Last Updated: 09:46 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કથિત દુષ્કર્મ અને જાતીય સતામણી મામલે હાઈકોર્ટમાં દાખલ કરાયું સોગંદનામું, GNLUના સોગંદનામાને લઇ હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

  • GNLUમાં જાતીય સતામણી અંગે હાઈકોર્ટનો કડક આદેશ 
  • નવેસરથી સત્ય શોધક સમિતિ રચવા હાઇકોર્ટનો આદેશ 
  • ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં બન્યા હતા  બનાવો
  • કથિત દુષ્કર્મ અને જાતીય સતામણીને લઇ થઇ હતી સુઓમોટો અરજી

Ahmedabad News:  અમદાવાદની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)માં જાતીય સતામણી અને કથિત દુષ્કર્મ અંગે હાઇકોર્ટે કડક આદેશ આપ્યો છે. હાઈકોર્ટે નવેસરથી સત્ય શોધક સમિતિ રચવા માટે GNLUને આદેશ આપ્યો છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું છે કે, રજિસ્ટારે રજૂ કરેલા સોગંદનામામાં મામલાને દબાવવાનો પ્રયાસ કરાયો છે. GNLU સંસ્થાની છબી બચાવવા પ્રયાસ થઇ રહ્યો છે. 

VTV Gujarati News and Beyond on X: "ડૉ.અતુલ ચગ આપઘાત કેસઃ આજે ગુજરાત  હાઈકોર્ટમાં સુનાવણી, ડૉ.ચગના પરિવારે પોલીસ સુપ્રીમકોર્ટના આદેશનું પાલન ન  કરતી હોવાની ...

શું છે સમગ્ર મામલો?
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કથિત દુષ્કર્મ અને જાતીય સતામણીની બે ઘટના સામે આવી હતી. યુનિવર્સિટી ખાતે બીજા વર્ષની એક વિદ્યાર્થિની સાથે કથિત દુષ્કર્મ અને એક સમલૈંગિક યુવક સાથે જાતીય સતામણીની ઘટના સામે આવી હતી. જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. 

GNLU અને રિજિસ્ટ્રારને મોકલી હતી નોટિસ
આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને હાઈકોર્ટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) અને રિજિસ્ટ્રારને નોટિસ મોકલી હતી અને પીડિતોના નિવેદન નોંધીને યોગ્ય પગલા ભરવાનો હુકમ કર્યો હતો અને 10 ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો.  

ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ : એક ઝાટકે 15 વિદ્યાર્થીઓને કોવિડ, ગુજરાતીઓ  ચિંતામાં મૂકાયા | 15 coronavirus cases Gujarat National Law University  gandhinagar gujarat

રિપોર્ટ રજૂ કરવાનો આપ્યો હતો આદેશ
હાઈકોર્ટે કહ્યું હતું કે, કથિત દુષ્કર્મ અને જાતીય સતામણીની બે ઘટનાઓમાં ભલે કોઈ લેખિત ફરિયાદ ન થઈ હોય, પરંતુ જો આ અંગેની જાણ હોય તો યુનિવર્સિટીએ તપાસ કરીને પગલા ભરવાની જરૂર હતી. આ હાઈકોર્ટે યુનિવર્સિટીને 10મી ઓક્ટોબર સુધીમાં યોગ્ય પગલા ભરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે 10 ઓક્ટોબર સુધીમાં શું પગલા લેવાયા તેનો રિપોર્ટ રજૂ કરવાનો યુનિવર્સિટીને આદેશ આપ્યો હતો. 

નવેસરથી કમિટી રચવાનો આદેશ
હાઈકોર્ટના આદેશને પગલે સમગ્ર કેસમાં GNLU તરફથી સોગંદનામું રજૂ કરાયું હતું. જે મામલે હાઈકોર્ટે જણાવ્યું કે, રજીસ્ટારે રજૂ કરેલ સોગંદનામામાં મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. GNLU સંસ્થાની છબી બચાવવા પ્રયાસ થઇ રહ્યો છે. જેથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા નવેસરથી ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીની રચવા કરવામાં આવે. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ