બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 09:43 AM, 29 February 2024
ચાર વર્ષે એકવાર લિપ વર્ષ આવે છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય છે ત્યારે તેને લિપ વર્ષ કહેવામાં આવે છે. આ લિપ વર્ષની વિશેષતા પણ છે. આ લિપ વર્ષ આધ્યાત્મિક રીતે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જો આ દિવસે એક ઉપાય કરવામાં આવે તો તમારા જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે નકારાત્મક ઉર્જાથી પણ છુટકારો મળશે.
ADVERTISEMENT
કપૂર
લિપ વર્ષ ચાર વર્ષે એકવાર જ આવે છે. તમારા ઘરમાં સુખ-શાંતિ રહે તે માટે તમારે એક ઉપાય કરવો જોઈએ. તમારે ચાંદી અથવા પિત્તળની એક નાની કટોરી લેવાની છે અને તેમા કપૂરનો ટુકડો રાખવાનો છે. હવે આ કપૂરના ટુકડાને દેશી ઘીમાં ડૂબાડી દેવાનો છે અને તેમા લવિંગ ઉમેરવાના છે. પરિવારના બધા જ લોકો જે જગ્યાએ બેસતા હોય તે જગ્યાએ આ કપૂરને સળગાવો. તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે. તમે આ ઉપાય 29 ફેબ્રુઆરીથી આવતા 90 દિવસ સુધી કરી શકો છો.
ADVERTISEMENT
વાંચવા જેવું: અશુભ ગ્રહોથી મેળવવો છે છૂટકારો? તો દર મંગળવારે અપનાવો આ ઉપાય, પછી જુઓ રિઝલ્ટ
ઉપાય કરતાં સમયે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું
જ્યારે તમે ઉપાય કરી રહ્યા હોય ત્યારે પરિવારના લોકોએ સ્નાન કરેલું હોવું જોઈએ. આ ઉપાય ઘરનો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.