બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Administrative system on alert regarding the threat of cyclone Biparjoyo over Porbandar

વાવાઝોડું ઈફેક્ટ / બિપોરજોયથી બચાવ અને રાહત કામગીરી માટે હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ

Dinesh

Last Updated: 05:33 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે

  • પોરબંદર પર વાવાઝોડા બિપરજોયનો ખતરો
  • નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા
  • લોકોને ખોટી અફવાઓથી દુર રહેવા અપીલઃ કલેક્ટર

અરબી સમુદ્રમાં આક્રમક બનેલા વાવાઝોડા બિપોરજોયને લઈને રાજ્માં વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ વાવાઝોડું પોરબંદરથી 480 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે તેવી વિગતો સામે આવી છે, બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે. ત્યારે પોરબંદર પર પણ વાવાઝોડાનો ખતરો છે.

વાવાઝોડાની પરિસ્થિતિને લઈ પોલીસ એલર્ટ
પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે અને લોકો ને ખોટી અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે અપીલ પણ કરી છે. વાવાઝોડાની પરિસ્થિતિને લઈ પોલીસ એલર્ટ થઈ છે તેમજ તમામ અધિકારીઓ અને પોલીસને હેડક્વાર્ટરમાં હાજર રહેવા સૂચના અપાઈ છે તેમજ પોરબંદર ચોપાટી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.  સામાન્ય નાગરિક મદદ માટે 100 નંબર પર સંપર્ક કરવા અપીલ કરે તેવું SPએ પણ જણાવ્યું છે. 

બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર અલર્ટ
રાહત કમિશ્નર અલોક પાંડેનું બિપોરજોય વાવાઝોડાને લઈ નિવેદન આપ્યું છે. જેમાં કચ્છ જીલ્લાની આજુબાજુ 14 અને 15 તારીખે વાવાઝોડું  આવશે. પહેલા વાવાઝોડું બીજી દિશામાં જવાનું હતું. પરંતું હવે કચ્છને કરાંચી બાજુ આવવાની સંભાવના છે. જેને લઈને મુખ્યમંત્રીએ બેઠક પણ યોજી હતી. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને ભારે વરસાદ અને અસર થાય તેવી સંભાવનાંવાળા 6 જીલ્લાઓ છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા. જો વાવાઝોડું આગળ વધશે તે બનાસકાંઠાને પણ અસર કરશે.  ત્યારે NDRF ની 12 ટીમો મોકલવામાં આવી છે. રેસ્ક્યું ટીમો પણ તૈનાત છે અને કેન્દ્રીય એજન્સીઓ પણ સહયોગમાં છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

બંદરો પર લગાવાયું 4 નંબરનું સિગ્નલ
વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમામ બંદરો 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ આપી સૂચના છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે ઝૂંપડામાં રહેતા 25 પરિવારનું સ્થાળંતર કરાયું છે. સોમનાથ મરીન પોલીસ દ્વારા 125 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ