બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Aditya L-1 Launch: Travel 125 days to cover 15 lakh km

ગૌરવની ક્ષણ / આદિત્ય L-1 લૉન્ચ : 125 દિવસની યાત્રા કરીને 15 લાખ કિમી દૂર પહોંચશે, ISRO નું મિશન સૂર્ય શરૂ

Priyakant

Last Updated: 12:04 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aditya L1 Launch News: ઇસરોને રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ આજે શ્રી હરિકોટાથી આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ

  • ઇસરો દ્વારા સુર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 લૉન્ચ 
  • ISROએ સવારે 11.50 વાગ્યે આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ કર્યું 
  • Aditya L1 Mission લોન્ચ થતાં જ વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠયા

Aditya L1 Mission : ચંદ્રયાન-3 મિશનની સફળતાએ ભારતનું નામ વિશ્વમાં સુવર્ણ અક્ષરે લખી દીધું છે. આ તરફ ચંદ્રયાન-3 ની સફળતા બાદ આજે ઇસરો દ્વારા સુર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 લૉન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ એજન્સી ISRO આજે સવારે 11.50 વાગ્યે આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ કર્યું છે.

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ Aditya L1 Mission લોન્ચ થતાં જ વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા. 

થોડા દિવસો પહેલા જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. આ પછી જ ઈસરોએ સૂર્ય મિશનની જાહેરાત કરી હતી. આદિત્ય જેનો અર્થ થાય છે "સૂર્ય," પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર (930,000 માઇલ) દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -1 પર મૂકવામાં આવશે. અહીંથી ભારત સૂર્ય પર સતત નજર રાખી શકશે. સૂર્ય ઓબ્ઝર્વેટરી મિશન શનિવારે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસથી લોન્ચ કરવામાં આવ્યું છે. 

ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી ISRO હવે આજે 2 સપ્ટેમ્બરે સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌર મિશન લોન્ચ કર્યું છે. અગાઉ સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈએ એક ન્યૂઝ એજન્સીને આ અંગે માહિતી આપી હતી. આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ આધારિત ભારતીય પ્રયોગશાળા હશે. તે સૂર્યની આસપાસ રચાતા કોરોનાના દૂરસ્થ અવલોકન માટે બનાવવામાં આવ્યું છે.

આદિત્ય યાન L1
આદિત્ય યાન L1 એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ પર રહીને સૂર્ય પર ઉદ્ભવતા તોફાનોને સમજી શકશે. આ બિંદુ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે 4 મહિના લાગશે. તે વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ્સ દ્વારા લેગ્રેન્જિયન બિંદુની આસપાસ ભ્રમણ કરશે, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૌથી બહારના સ્તર, કોરોનાનું પરીક્ષણ કરશે.

Photo: ISRO

આદિત્ય L1 સંપૂર્ણપણે સ્વદેશી
ISROના અધિકારીના જણાવ્યા અનુસાર આદિત્ય L1 એ દેશની સંસ્થાઓની ભાગીદારીથી કરવામાં આવેલ સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે. બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફે તેના પેલોડ્સ બનાવ્યા. જ્યારે ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણેએ મિશન માટે સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજર પેલોડ વિકસાવ્યું છે.

આ સાથે યુવી પેલોડનો ઉપયોગ કોરોના અને સૌર રંગમંડળને જોવા માટે કરવામાં આવશે, જ્યારે એક્સ-રે પેલોડનો ઉપયોગ સૂર્યના જ્વાળાઓને જોવા માટે કરવામાં આવશે. પાર્ટિકલ ડિટેક્ટર અને મેગ્નેટોમીટર પેલોડ ચાર્જ કરેલા કણના પ્રભામંડળની ભ્રમણકક્ષા સુધી પહોંચતા ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી પ્રદાન કરશે.

Photo: ISRO

આદિત્ય યાનને L1 પોઈન્ટ પર જ કેમ મોકલવામાં આવશે ? 
આદિત્ય યાનને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હાલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. ISROનું કહેવું છે કે L1 પોઈન્ટની ફરતે પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલો ઉપગ્રહ કોઈપણ ગ્રહણ વિના સૂર્યને સતત જોઈ શકે છે. આની મદદથી રિયલ ટાઈમ સોલર એક્ટિવિટીઝ અને સ્પેસ વેધર પર પણ નજર રાખી શકાશે. 

Photo: ISRO

લેગ્રેન્જ પોઈન્ટ 1 શું છે? 
લેગ્રેન્જ પોઈન્ટ એ સંતુલન બિંદુ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સમાન છે. આદિત્ય L1 ને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટ દૂર છે.  આદિત્ય-L1 મિશનનો ઉદ્દેશ્ય L1ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે અને સાથે જ ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)ને વિવિધ વેવ બેન્ડમાં અવલોકન કરવાનો છે. આદિત્ય L-1 અભ્યાસ માટે તેની સાથે સાત પેલોડ લઈ જાય છે.

ઈસરોએ જણાવ્યું છે કે, "L1 પોઈન્ટની ફરતે પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મુકવામાં આવેલ ઉપગ્રહને કોઈપણ ગ્રહણ વિના સતત સૂર્યનું અવલોકન કરવાનો મોટો ફાયદો છે. આ સૌર ગતિવિધિઓ અને અવકાશના હવામાન પર તેમની અસરને વાસ્તવિક સમયમાં અવલોકન કરવાનો મોકો મળશે. 

Photo: ISRO

L-1 પોઈન્ટ પર સ્થિર રહેશે કોઈપણ વસ્તુઓ 
પૃથ્વીના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) અને સૂર્ય સિસ્ટમ સૂર્યની દિશામાં પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત છે. આ બિંદુ બે પદાર્થોને જોડતી રેખા પર આવેલું છે અને સૂર્યની આસપાસ પૃથ્વીના ભ્રમણકક્ષાના માર્ગમાં આવેલું છે. વૈજ્ઞાનિકો માટે રસપ્રદ બાબત એ છે કે L1 બિંદુ પર મૂકવામાં આવેલ કોઈપણ પદાર્થ પૃથ્વી-સૂર્ય પ્રણાલીના સંદર્ભમાં પ્રમાણમાં સ્થિર રહેશે. પદાર્થની આ સ્થિરતા ગુરુત્વાકર્ષણ બળોની ક્રિયાપ્રતિક્રિયાને કારણે થાય છે. આ કારણોસર વૈજ્ઞાનિકો હંમેશા આ સ્થિતિનું અવલોકન કરવા માટે ઉત્સુક રહ્યા છે.

Photo: ISRO

આદિત્ય L-1 શું અભ્યાસ કરશે?
ISRO એ 2જી સપ્ટેમ્બરે આદિત્ય-L1 સોલાર મિશન મોકલવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તે સોલાર કોરોનાનું દૂરસ્થ અવલોકન કરશે અને લેગ્રેન્જ પોઈન્ટ પર સૌર પવનનું અવલોકન કરશે. L1ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરશે. ઈસરોના એક અધિકારીએ જણાવ્યું કે આદિત્ય-એલ1 સંપૂર્ણપણે સ્વદેશી પ્રયાસ છે, જેમાં રાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આદિત્ય-L1 અલ્ટ્રાવાયોલેટ પેલોડનો ઉપયોગ કરીને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નું અવલોકન કરી શકે છે અને એક્સ-રે પેલોડનો ઉપયોગ કરીને સોલર ક્રોમોસ્ફિયર લેયર્સને જોઈ શકે છે.

આદિત્ય L1 મિશનથી સૂર્યના લેયર્સની સ્પીડ, સૂરજનું તાપમાન, સોલર સ્ટોર્મ, અલ્ટ્રાવાયોલેટ UV કિરણોનું ધરતી અને ઓઝોન લેયર પર પડતાં પ્રભાવો, સૂર્યની આસપાસનાં અવકાશના હવામાનની માહિતી વગેરે જાણકારી ઈસરો દ્વારા મેળવી શકાશે.

Photo: ISRO

ISRO તરફથી સમાચાર આવ્યા છે કે, શ્રીહરિકોટામાં આજે હવામાન સાફ છે અને વૈજ્ઞાનિકો મિશનના પ્રક્ષેપણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈસરોના ચીફ એસ સોમનાથ બેંગલુરુ હેડક્વાર્ટર પહોંચવાના છે. મિશનની શરૂઆત પહેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ઇસરો ઓફિસ પહોંચશે.ખગોળશાસ્ત્રી અને પ્રોફેસર આરસી કપૂરે આદિત્ય એલ1ના લોન્ચિંગના પ્રસંગને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આદિત્ય એલ1 પરનું સૌથી મહત્વપૂર્ણ સાધન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. સામાન્ય રીતે, જેનો સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન જ અભ્યાસ કરી શકાય છે.

Photo: ISRO

ભારતના સૂર્ય મિશન આદિત્ય L1ના પ્રક્ષેપણ પર ટિપ્પણી કરતાં, પદ્મશ્રી વિજેતા અને ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક માયલાસ્વામી અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે ટેકનિકલી રીતે ઉપગ્રહને L1 પોઈન્ટ પર મૂકવો અને તેની આસપાસની ભ્રમણકક્ષા જાળવવી ખૂબ જ ચોક્કસ પોઈન્ટિંગ જરૂરિયાતો સાથે પાંચ વર્ષ સુધી મુશ્કેલ હશે. સૂર્યને સક્રિય રાખવો ખૂબ જ પડકારજનક છે… તે વૈજ્ઞાનિક રીતે ફાયદાકારક સાબિત થશે કારણ કે સાત પેલોડ સૂર્યની ગતિશીલતાને સમજવાનો પ્રયત્ન કરશે અને ત્યાં શું થઈ રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરશે.

આદિત્ય L1ના લોન્ચિંગને જોવા માટે મોટી સંખ્યામાં લોકો શ્રીહરિકોટા પહોંચી રહ્યા છે. તમિલનાડુથી આવેલા લોકોએ કહ્યું કે તેઓને ISRO પર ગર્વ છે. લોન્ચિંગ જોવા માટે ચેન્નાઈથી આવેલી બામા કહે છે કે તે અહીં પહેલીવાર આવી છે. તેણી કહે છે કે તે પોતાની ખુશી વ્યક્ત કરી શકતી નથી.

દેશભરમાં લોકો આદિત્ય L1ના સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચંડીગઢમાં આદિત્ય મિશન માટે અખંડ વિજય ભવ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ભોપાલમાં મિશનની સફળતા માટે મા વૈષ્ણો ધામ આદર્શ નવદુર્ગા મંદિરમાં ભગવાન પશુપતિનાથનો રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે.

આદિત્ય L1 ને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે સૂર્ય મિશનને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં 125 દિવસનો સમય લાગશે. આદિત્ય-એલ1 પેલોડ કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન (CME), પ્રી-ફ્લેર અને ફ્લેર પ્રવૃત્તિઓ અને તેમની લાક્ષણિકતાઓ, ગતિશીલતા અને અવકાશ હવામાન સમસ્યાઓને સમજવા માટે સૌથી મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે. આ ઉપગ્રહ દરરોજ ઈસરોને 1400 થી વધુ ચિત્રો મોકલશે, જે વાસ્તવિક સમયમાં સૂર્યની ગતિવિધિઓ વિશે માહિતી આપશે.

Photo: ISRO

આદિત્ય-L1 મિશન વિશે માહિતી

  • આદિત્ય-L1 અવકાશયાન પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર છે અને સૂર્યની ભ્રમણકક્ષાના દૂરસ્થ અવલોકન તથા સૂર્ય- પૃથ્વી  લેગ્રેંજિયન બિંદુ પર સૌર હવાની સ્થિતિના અભ્યાસ અંગે રચાયું છે.
  • આદિત્ય-એલ1 લોન્ચિંગ બાદ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય તરફ જય લેગ્રેન્જ પોઈન્ટ પર લેન્ડ થશે. જ્યા 5 સાલ સુધી સ્થિતિનું અવલોકન કર્યા બાદ અભ્યાસના તારણો પૃથ્વી પર મોકલશે.
  • આદિત્ય એલ-1 મિશનની સફળતા ભારતને ભૌતિક અને સોલર ફિઝિક્સના ક્ષેત્રમા આગળ લઇ જશે. તેવું વૈજ્ઞાનિકોનું કહેવું છે.
  • પૃથ્વી પરના હિમયુગના ઇતિહાસ પાછળની હકીકત શુ છે તે અંગે પણ આદિત્ય એલ-1 સર્વે કરશે. આ મિશન સૌર ગતિવિધિઓને સમજવામાં મદદ કરશે.હિમયુગની ભવિષ્યની સ્થિતિ પણ જાણવામાં મદદ થશે.
  • 11 વર્ષમાં સૂર્યમાં કેટલાક ફેરફારો થયા અને આ ફેરફારો ચક્ર તરીકે ઓળખાતા તેની ચુંબકીય પ્રવૃત્તિઓમાં પણ થાય છે કે કેમ? તે તમામ માહિતી મળશે.
  • આ મિશનની મદદથી આપણે તે શોધી શકીશું. કોરોનલ માસ ઇજેક્શન (CME) ક્યારે થઈ રહ્યું છે.
  • આદિત્ય એલ1ની મદદથી સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોના પ્રવાહ અને તેના પરિણામો અંગે જાણી શકાશે. તથા આ મિશનની મદદથી ઈસરોના વૈજ્ઞાનિકો સૌપ્રથમવાર સૂર્યના ચુંબકીય ક્ષેત્રના હાલના સાધનો વિશે જાણી શકશે. 
  • આદિત્ય-એલ1 PSLV-C57 રોકેટ દ્વારા લોન્ચ થશે. જેનો ઉદ્દેશ્ય 'L1'ની ચારેકોર ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે. તેમાં સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને આઉટમોસ્ટ લેયર-પેરિફેરીને અલગ-અલગ વેવ બેન્ડમાં જોવા માટે સાત સાધનો લગાવાયેલ હશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ