બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / adipurush director om raut reveals prabhas was not ready to play ram

SHOCKING / આદિપુરુષમાં 'રામ' બનવા તૈયાર જ ન હતો પ્રભાસ, ફિલ્મ રીલિઝ થયા બાદ ઓમ રાઉતે કર્યો મોટો ખુલાસો

Bijal Vyas

Last Updated: 09:20 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adipurush Controversy:'બાહુબલી'માં અભિનયથી સૌકોઈને દિવાના બનાવનાર પ્રભાસને પણ 'રામ'ના રૂપમાં લોકો પસંદ નથી કરી રહ્યા.

  • ટ્રોલિંગ બાદ ટ્રેલરમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા
  • ફિલ્મના ડાયલોગ અને વીએફએક્સ નથી આવી રહ્યા પસંદ 
  • ફિલ્મની સ્ટોરી પ્રભાસને સંભળાવવા હૈદરાબાદ પહોચ્યા ઓમ રાઉત 

Adipurush Controversy: ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થતાની સાથે જ વિવાદમાં ઘેરાઇ ગઇ છે. જ્યારે પહેલીવાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યું હતું. જે બાદ ટ્રેલરમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે ટ્રેલર લોકોને બહુ ગમ્યું ન હતું, પરંતુ તેમ છતાં દર્શકોને ફિલ્મ પાસેથી અપેક્ષા હતી કે કમ સે કમ ફિલ્મ તેમની અપેક્ષાઓ પર તો ખરી ઉતરશે જ.  

16 જૂનના રોજ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તેના પર ચારે તરફથી આકરા પ્રહારો ચાલુ જ છે. પૌરાણિક ફિલ્મમાં જે પ્રકારના ડાયલોગ્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લોકોને ગળે નથી ઉતરી રહ્યા અને તેના જ પરિણામે સોશિયલ મીડિયાથી લઈને શેરીઓમાં ફિલ્મને લઈને હોબાળો મચેલો છે.


રામ બનવા માટે રાજી ના હતો પ્રભાસ 
'બાહુબલી'માં પોતાની બોડી અને અભિનયથી સૌકોઈને દિવાના બનાવનાર પ્રભાસને પણ 'રામ'ના રૂપમાં લોકો પસંદ નથી કરી રહ્યા. પરંતુ ડિરેક્ટરે ખુલાસો કર્યો છે કે, શરૂઆતમાં પ્રભાસ પોતે આ રોલ માટે તૈયાર નહોતો. પરંતુ આખરે ઓમ રાઉતે તેને મનાવી લીધો હતો. આ વિશે ખુદ ડાયરેક્ટરએ ખુલાસો કર્યો છે.  

ઓમ રાઉતએ કેવી રીતે મનાવ્યો?
મીડિયા સાથે વાત કરતા ઓમ રાઉતે કહ્યું હતુ કે, 'સાચું કહું તો, તેને સમજાવવું સરળ નહોતું. કારણ કે, રોગચાળા દરમિયાન જ્યારે આપણે સૌ બરાબરના ફસાયા હતાં ત્યારેમેં તેની સાથે ફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેણે મને પૂછ્યું હતું કે તમે શું ઈચ્છો છો કે હું આ પાત્ર કરું? તો મેં કહ્યું હતું કે, 'તુ આ માટે એકદમ પરફેક્ટ છે? મારો કહેવાનો અર્થ હતો કે, હું ઈચ્છું છું કે તું ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવે. હું ઈચ્છું છું કે, તુ રાઘવની ભૂમિકા ભજવ.

રીલીઝ પહેલા જ Adipurush એ કમાઈ લીધા 432 કરોડ રૂપિયા! બજેટના 85% પૈસા તો  પહેલેથી જ મળી ગયા, આખરે કઈ રીતે? | film adipurush recovers rs 432 crore  prabhas and kriti sanon

તો પ્રભાસે સવાલ કરતા કહ્યું હતું કે,પક્કુ? તો મેં હા કહ્યું હતું. પણ પછી તે વિચારવા લાગ્યો કે આખરે આ કેવી રીતે થશે? ઝૂમ કોલ પર આટલા મોટા સ્ટારને ફિલ્મનું વર્ણન કરવું અશક્ય હતું. તેથી તે જ દિવસે મેં પાઇલોટની વ્યવસ્થા કરી અને મુંબઈથી હૈદરાબાદ જવા નીકળ્યો.'

'હું હૈદરાબાદ ગયો હતો અને જ્યારે મેં તેને ફિલ્મ વિશે સંભળાવ્યું ત્યારે તેણે તરત જ હા પાડી દીધી. ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તે એક એવી વ્યક્તિ છે જેણે હંમેશા મારૂ સમર્થન કર્યું છે અને મારામાં વિશ્વાસ રાખ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ