બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Actresses who started their career with South films, today star in Bollywood

મનોરંજન / એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

Megha

Last Updated: 09:12 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો  લોકો વચ્ચે ચર્ચાનો વિષય છે પણ શું તમે જાણો છો કે બોલિવૂડની આ હસીનાઓ જેઓ આજે નંબર વન એક્ટ્રેસ છે, એમને સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી ડેબ્યુ કર્યું હતું.

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 

'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી બોલીવુડ ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી. એવામાં ફેન્સ વચ્ચે 'સાઉથ Vs બોલિવૂડ' ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એકબીજા સાથે ગાઢ કનેક્શન છે?

દિપીકા પાદુકોણ દિવસમાં 6-6 વાર જમે છે, છતાંય કેમ આટલી ફીટ, આ રહ્યો  એક્ટ્રેસનો ડાયટ ચાર્ટ | Deepika Padukone Diet Deepika Padukone eats 6 times  a day, yet why is she so

સાઉથના ઘણા પ્રખ્યાત કલાકારોએ બોલિવૂડમાં કામ કર્યું અને નામ અને ખ્યાતિ મેળવી. તે જ સમયે, સાઉથની ફિલ્મોના હિન્દી વર્ઝન વર્ષોથી બની રહ્યા છે અને આ રિમેકમાંથી કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી છે. શું તમે જાણો છો કે બોલિવૂડની આ હસીનાઓ જેઓ આજે નંબર વન એક્ટ્રેસ છે, એમને એક સમયે સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી ડેબ્યુ કર્યું હતું. આ યાદીમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને શ્રીદેવી-રેખાના નામ સામેલ છે. 

આ લીસ્ટમાં પહેલું નામ બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણનું છે. દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત 2006માં આવેલી ફિલ્મ 'ઐશ્વર્યા'થી કરી હતી. આ પછી તે વર્ષ 2007માં શાહરૂખ ખાન સાથે 'ઓમ શાંતિ ઓમ'માં જોવા મળી હતી.

અભિનેત્રી કૃતિ સેનને પણ સાઉથ સિનેમાથી કરિયરની શરૂઆત કરી હતી. તેણીએ 2004માં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની સાથે 'નેનોક્કડિન'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.  

યામી-આદિત્યના ઘરે ગુંજશે કિલકારી, લગ્નના 3 વર્ષ બાદ એક્ટ્રેસ માં બનવા જઇ  રહી છે | yami gautam is pregnant expecting first child aditya dhar

યામી ગૌતમે પણ કન્નડ ફિલ્મ 'ઉલ્લાસ ઉત્સાહ'થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ દિવસોમાં તે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આર્ટિકલ 370'ને કારણે ચર્ચામાં છે.

તાપસી પન્નુએ તેલુગુ ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય અભિનેત્રીએ બીજી ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.

બોલિવૂડ બાદ પ્રિયંકા ચોપરાએ હોલીવુડની ફિલ્મોમાં પણ શાનદાર કામ કર્યું છે. હવે તે ગ્લોબલ આઈકન બની ગઈ છે, તેની એ પણ સાઉથની ફિલ્મોથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 

ડાયરેક્ટરે કરી હતી પ્રિયંકા ચોપરાના અંડરવેયર જોવાની માંગ, એક્ટ્રેસે કર્યો  ચોંકાવનારો ખુલાસો | Priyanka Chopra director said need to see her underwear

'એમએસ ધોની' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર દિશા પટાનીએ તેલુગુ ફિલ્મ 'લોફર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી.  

વધુ વાંચો: ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના પ્રમોશન ઈવેન્ટમાં થયો હંગામો, લોકોએ ફેંક્યા ચપ્પલ તો પોલીસે કર્યો લાઠીચાર્જ 

શ્રીદેવીએ પણ પોતાના કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. 4 વર્ષની ઉંમરે, તેણીએ 1967માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ કંદન કરુણાઈમાં અભિનય કર્યો હતો.

સાથે જ રેખા અને એશ્વર્યા રાય બચ્ચને પણ તેમના ફિલ્મી કરિયરની શરુઆત સાઉથ ઇન્ડસ્ટ્રીથી કરી હતી . 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ